કોરોનાની સાંકળ તોડવા વેકિસન લેવી તેમજ અન્યને સમજાવવા સહિયારા પ્રયાસ જરૂરી- હિરાલાલ પટેલ

ભુજ : વિથોણ ખાતે વેકિસન અંગે જણાવતાં હિરાલાલ પટેલ કહે છે કે, મેં પણ કોરોનાની
વેકિસન લીધી છે અને કોઇજ આડઅસર જેવું નથી. જેથી લોકોએ નિર્ભય બનીને રસી લેવી
જોઇએ.
વધુમાં તેઓ જણાવે છે કે, અત્યારની પરિસ્થિતિને ધ્યાને લેતાં સરકારે જે રસીકરણ
અભિયાન શરૂ કર્યુ છે તે ખરેખર સામાન્ય લોકો માટે ખુબજ મહત્વનું છે. આ વેકિસન લોકોની
સલામતી અને સુરક્ષા માટે છે. જેના થકી જ કોરાનાને ટક્કર આપી શકાશે. જેથી કોરોનાની આ
સાંકળ તોડવા તમામ લોકો વેકિસન લે અને લોકોને વેકિસન માટે તૈયાર કરવા સહિયારા
પ્રયાસ કરે તે ખુબજ જરૂરી છે.