કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે ભીડમાં જવા સ્વયં કર્ફ્‌યુ લગાવો

અદાણી મેડી. કોલેજના પ્રોફે.અને ડો.એ નવા ડેલ્ટા પ્લસ વાઇરસ સામે કર્યા સાવધાન

ભુજ : ગુજરાતમાં પણ ઉત્તરોત્તર આ કાળમુખો મોઢું સંતાડીને ફરે છે. એ વચ્ચે વિશ્વ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોનાની ત્રીજી લહેર માટે વિશ્વને સાવધાન કરી રહ્યું છે. અત્યારે રોજેરોજ નવા તારણો આવી રહ્યા છે, પરંતુ આવી ટેકનિકલ બાબત ઉપર ઊંડા ઉતર્યા વિના ડાહ્યા – ડમરા બનીને થોડા મહિનાઓ ભીડમાં જવાનો જાત ઉપર સ્વયં કર્ફ્‌યૂ લાદવો એ જ ઉપાય છે. અદાણી મેડિકલ કોલેજ અને જી.કે. જનરલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો અને પ્રોફેસરોએ જણાવ્યુ હતું કે, રસીકરણ થઈ રહ્યું છે, પરંતુ વધુમાં વધુ રસીકરણ થાય ત્યાં સુધી મુલાકાતમાં સંયમીત અંતર રાખીને તેમજ પરિચિતોના ગ્રૂપમાં પરસ્પર જવાબદાર રહેવાનુ કહીને પણ જાતનો બચાવ કરી શકાય છે. ત્રીજી લહેરમાં બાળકો માટે સ્પષ્ટ ચેતવણી છે. છ્‌તા લોંગ ડ્રાઈવ કે પર્યટન સ્થળોએ બાળકોને લઈ જવાય છે. આ ચોક્કસ પણે બે જવાબદારી ભર્યું કૃત્ય છે. વ્યસ્કોને તો રસી લીધા પછી રક્ષણ મળી ગયું છે. પરંતુ બાળકો માટે રસી નથી શોધાઈ તેથી તેઓ સંક્રમિત બની શકે છે. આ હકીકત અત્યારે વિસરાઈ ગઈ છે. ત્યારે તે બાજુ પણ દ્રષ્ટિ કરવી આવશ્યક છે. હવે એવી પરિસ્થિતી છે કે, જાે હળવા લક્ષણો હોય તો કોરોના ઘરે બેઠા પણ મટી શકે છે. તેમ છ્‌તા કોઈ કિસ્સામાં આંખ, ફેફસા, કિડની અને આંતરડાને ફટકો પહોંચાડે છે. ત્યારે આવું બિનજરૂરી નિમંત્રણ કાર્ડ કોરોનાને મોકલવાની ભૂલ કરવા જેવી નથી. ગાડરીયા પ્રવાહના પ્રવાસી બનવા કરતાં પ્રકૃતિના તરંગો અનુભવવા અને તેનો આનંદ માણવા નીરવ શાંતિ અથવા ઓછી ચહલ – પહલ હોય તેવા સ્થળોએ જઇ તન – મનને કુદરતનું સાનિધ્ય આપી શકાય. આ સવાલ માત્ર થોડા મહિનાનો જ છે. ડબલ્યુ. એચ.ઑ. ફરી-ફરીને ચેતવણી આપે છે કે, નવો ડેલ્ટા વાયરસથી બચવાનું છે ત્યારે માસ્ક, સેનિટાઈઝર, તથા સામાજિક અંતરને જીવનનો હિસ્સો બનાવી કોરોના સામે સાવધાન રહેવા જણાવાયુ છે.