કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈ જેલોમાંથી કેદીઓને ૯૦ દિવસ છોડવામાં આવેઃ સુપ્રીમ કોર્ટ

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,કોરોનાના સંક્રમણના કારણે ભારતની જેલોમાં કેદીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે.આ સંજોગોમાં હવે સુપ્રીમ કોર્ટે જેલોમાં બંધ કેદીઓને ૯૦ દિવસની પેરોલ પર છોડવા માટે આદેશ આપ્યો છે.જેથી જેલોમાં કેદીઓની સંખ્યા ઘટાડી શકાય અને કોરોના સંક્રમણ ઓછુ કરી શકાય.૯૦ દિવસ બાદ તમામ કેદીઓ ફરી જેલમાં પાછા ફશે.સુપ્રીમ કોર્ટે આ આદેશનો અમલ કરવા માટે તમામ રાજ્યોને એક કમિટી બનાવવાનુ પણ કહ્યુ છે.આ કમિટી નક્કી કરશે કે કયા કેદીને છોડવામાં આવે અને કયા કેદીને નહીં.જેમને હળવી સજા થઈ હશે તેવા કેદીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.ગયા વર્ષે પણ આ જ રીતે કેટલાક કેદીઓને થોડા સમય માટે જેલમાંથી છોડવામાં આવ્યા હતા.સુપ્રીમ કોર્ટે આજે આદેશ આપતા કહ્યુ હતુ કે, જે કેદીઓને ગયા વર્ષે જામીન અથવા પેરોલ આપવામાં આવ્યા હતા.તે કેદીઓને ફરી આ સુવિધા આપવામાં આવે અને તેમને છોડવા માટે જે સમિતિઓ બનાવવાની છે તેમને પુન વિચારણાની જરુર નથી.કોર્ટે કહ્યુ છે કે, નવા કેદીઓને જો પેરોલ આપવાની હોય તો જે ગાઈડલાઈન છે તેને ધ્યાનમાં લઈને વિચારણા કરવામાં આવે.