કોરોનાથી બચવા વેકિસન લેવી જરૂરી- રસીલાબેન જેઠવા

મેં પંદર મીનીટ પહેલાં રસી લીધી છે મને બધું જ સામાન્ય લાગે છે. મારા ઘરવાળા અને નણંદે અગાઉ રસીના ડોઝ લઇ લીધા છે હવે આ બીજા તબકકામાં હું ૫૬ વર્ષની એટલે હવે વારો આવ્યો.

ટીવી અને જાહેરાતોમાં જોઇ કોવીડ-૧૯ની ગંભીરતા ખબર પડે ત્યારે થાય કે પહેલાં રસી લઇ લેવી જોઇએ અને બસ મારો વારો આવે એની રાહ જોતી હતી. આ રસીની કોઇ આડઅસર નથી. મારા ઘરમાં જ પતિ અને નણંદે રસી લીધી છે અને ૬૦ દિવસની અંદર મારે પણ બીજો ડોઝ લેવાનો છે. હું દરેકને કહું છું કોરોનાથી બચવા વેકસીન લેવી જરૂરી છે.

માંડવી સરકારી હોસ્પિટલ ખાતે રસી લીધા બાદ ૫૬ વર્ષિય રસીલાબેન વનરાજભાઇ જેઠવાએ આમ સ્વસ્થતાભેર જણાવ્યું હતું.