કોરાનાના કારણે આઈપીએલ સ્પર્ધા મોકુફ

  • મહામારીની સાઈડ ઈફેકટ 

ત્રણ ટીમના ખેલાડીઓ કોરોના સંક્રમિત થયાઃ ક્રીકેટ રસીયાઓ માટે માઠાખબર

નવી દિલ્હી : કોરોનાની સાઈડ ઈફેકટ આઈપીએલ પર પણ પડી જવા પામી છે. ત્રણ જેટલી ટીમોના ખેલાડીઓ સંક્રમિત થવા પામી જતા હવે આ સ્પર્ધા મોકુફ રાખવાનો નિર્ણય આજ રોજ જાહેર કરી દેવામા આવ્યો છે.કોલકત્તા નાઈટ રાઈડર્સના તમામે તમામ ખેલાડીઓના કોરોના ટેસ્ટ કરવામા આવશે. આ ટીમના બબલ બસ્ટ થવા પામી ગયો હોવાની સ્થીતી સામે આવવા પામી છે. તેઓ સહિત અત્યાર સુધીમાં ત્રણ ટીમોના ખેલાડીઓ કોરોના પોજિટીવ આવવા પામતા હવે કોરોનાના લીધે આઈપીએલની ટુર્નામેન્ટ મોકુફ રાખવામા આવી હોવાના અહેવાલો સામે આવવા પામ્યા છે. આઈપીએલની ટુર્નામેન્ટ અનિશ્ચિત કાળ સુધી રદ કરી દેવામા આવી છે. ખેલાડીઓમા કોરોનાના સંક્રમણ વધતા બીસીસીઆઈ દ્વારા આ મોટો નિર્ણય લેવામા આવ્યો છે. કેકેઆરના બે, એસઆરએચનો એક ખેલાડી સંક્રમિત આવ્યો છે.