કેવી કહેવાય.. સંકુલવાસીઓની કમનશીબી..? : સુધરાઈનો વહીવટ ભગવાન ભરોસે…! ગાંધીધામમાં પાણીનો કકડાટ-બૂમાબુમ : સુકાનીના પ્રતાપે શહેરીજનોનો ખો..!

પાણીની ઘટ્ટ નથી, પાણીની સમસ્યાઓ ન હોવા ઉપરાંત પણ શહેર-સંકુલમાં પાણીની ઠેર-ઠેર ઉઠી રહી છે ફરીયાદો : નગરપાલીકાના બની બેઠેલા સુકાનીઓની કાર્યપદ્વતિ સામે શહેરીજનોમાંથી ઉઠતા મોટા અંગુલીનિદેશ : વહીવટ કરવાની કાંઈ ગતાગમ છે કે પછી બગાસા ખાત્તા પત્તાસાની જ મજા લ્યો છો..? : જાણકારોનો ટોણો

શહેરીજનોની દુવિધા દુર થાય, સુવિધા વધે તેવુ તો કોઈ જ કામ આ સુકાનીએ કરેલુ હજુ સુધી દેખાતું નથી, સુધરાઈમાં માત્ર હાજરી પુરાવીને ઘરે જ જતા રહેવાનો દેખાય છે ઘટનાક્રમ, જાે કે, તેઓ જાય અને પતિ મહાશય આવી પહોંચે છે? આ પતિ મહાદેવને શહેરમાંથી બાવળીયા સાફ કરવાનો બહુ અભરખો ચડયો છે, પરંતુ તેઓને કોણ સમજાવે કે, જયાં ભ્રષ્ટાચાર માજા મુકે ત્યાં બાવળીયા પણ ખુબ જ મજબુત બની જતા હોય છે.., પહેલા ભ્રષ્ટાચાર ઓછો કરો તો બાવળીયા પણ આપોઆપ સાફ થઈ જશે..!

ભુજના યુવા-અનુભવી પ્રમુખ જે રીતે સારા કામ કરી રહ્યા છે અને પ્રજાને લગતા બધા સારા કામો ખુદ મોનીટરીંગ કરીને સારી રીતે પાર પડાવી રહ્યા છે, જે બદલ તેઓની સર્વત્રથી વાહ..વાહી જ થવા પામી રહી છે..તો ગાંધીધાના પ્રમુખની કેમ નહીં? ખુદને આવડત ન હોય તો આવા પ્રમુખ દ્વારા થઈ રહેલી કામગીરી જાેઈને તેમાથી કંઈક તો શીખે! પ્રેરણા લે? ધારાસભ્યશ્રીના ૪ હાથ છે એટલે વાંધો નથી..પરંતુ તે પણ કેટલા દિવસ રહેશે..?

ખાટલે મોટી ખોટ : જિલ્લા ભાજપ પ્રમુખ કેમ ન કરાવે તપાસ : બપોર થાય અને આ પતિદેવ મહાશય સુધરાઈમાં રોજ શા માટે પહોચી આવે છે? સુકાનીની સાથે પતિ મહાશયની સેવા નિયુકિત પણ પક્ષે કરી છે કે કેમ? : બપોરે જમીને જ કેમ પહોચી આવે છે સુધરાઈમાં ? નગરપાલીકામાં આરામની સગવડ-વ્યવસ્થાઓ ઘરથી સારી છે કે પછી કોઈને નડતરરૂપ બની રહ્યા હોવાથી સુધરાઈમાં આવીને બેસી જાય છે ?

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલમાં ઠેર-ઠેરથી પાણીનો પોકાર ઉઠવા પામી રહ્યો છે. બૂમાબુમ અને રાડારાડ જ મચી જવા પામી ગઈ છે. ગાંધીધામ સંકુલમાં પાણીના પુરતા સ્ત્રોત અને જથ્થો હોવા ઉપરાંત પણ આ રીતના કકડાટને લઈને પ્રબુદ્ધવર્ગમાંથી પણ રીતસરનો ગણગણાટ ઉભો થવા પામી રહ્યો છે અને ગાંધીધામના નવનિયુકિત ચુંટાયેલા સુકાનીઓની સામે રીતસરના અંગુલીનિર્દેશ જ થવા પામી રહ્યા છે. લોકો પુછી રહ્યા છે કે, ગાંધીધામ સંકુલમાં પાણીની રાડારાડ કેમ? અહી વહીવટ સારી રીતે, પ્રજાના હિત માટે ચાલતો હોય તેવુ દેખાતુ જ ન હોવાનો બળાપો પણ હવે ઠલવાઈ રહ્યો છે. પાણી હોવા ઉપરાંત પણ કેમ નિયમિત રીતે તેનું વિતરણ થવા પામી શકતું નથી?

જાણકારો દ્વારા કહેવાય છે કે, પ્રમુખને તો જાણે કે બગાસા ખાત્તુ પત્તાસું જ આવી ગયુ હોય તેમ માત્ર અને માત્ર ઉદઘાટનો અને ફોટાસેશનમાં જ વ્યસ્ત દેખાય છે. શહેરીજનોની દુવિધાઓને દુર કરવી અને સુવિધાઓ વધારવાની દીશામાં તો કોઈ જ પહેલ કરતા જાેવતા જ ન હોવાનુ મનાય છે. પાણી કેમ નથી મળી રહ્યુ? તેની તપાસ કરવી, જરૂર જણાય તો જુના જાણકારો કાઉન્સીલરોનુ માર્ગદર્શન મેળવવુ, પાણીની રાડારાડ કેમ થાય છે, તેને ઉકેલવા શુ કરવુ જાેઈએ? તે રસ્તો કાઢવા માટે પણ કઈક મહેનત કરવી પડે તેવા સારા વિચારો કે ચિંતા તો અહી જાેવા મળતી જ નથી. ફકત ઓફીસમાં આવી, હાજરી પુરાવીને જતા રહેવાનો જ ઘટનાક્રમ ચાલી રહ્યો હોય તેમ જાણકારો કહી રહ્યા છે. કહેવાય છે કે, ખુદ તો ઘરે જતા રહે પણ તેઓના જવાની સાથે જ પતિ મહાશય સુધરાઈમાં આવીને બેસી જાય છે. પણ તેઓ કરે છે શુ અહી આવીને તે હજુ સુધી શહેરીજનોને સતાવતો પ્રશ્ન બની ગયો છે? હજુ સુધી કોઈ માળખાગત સુવિધાને લઈને કામ કર્યુ કે પગલા લીધા હોય તેવુ પણ જાેવા મળતુ નથી. શહેરમાં ફર્યા હોય, જે રોડ પર ખાડા પડી ગયા છે તે હાલમાં પાણીની લાઈનો નાખી છે તે ખાડાચ પણ પૂર્યા નથી અને થોડો વરસાદ પડશે કે તે ખાડામાં ટુ વ્હીલરવાળા નિદોર્ષ લોકો પડશે અને ભંગાશે પણ ખરા, આવામાં પ્રજા હેરાન-પરેશાન તેની જરા સહેજ પણ આગોતરી ચિંતા સેવામાં આવતી હોય તેમ આ સુકાની તરફે જેાવા મળતુ જ નથી અને સુકાનીના પતિ મહોદયશ્રીને ગામમાં બાવડીયા સાફ કરવામાં રસ બહુ જ દેખાઈ રહ્યો છે. ત્યારે લોકો કહી રહ્યા છે કે, જયાં ભ્રષ્ટાચાર માજા મુકી જાય, બહુ થાય ત્યાં બાવડીયાઓ પણ બહુ જ મજબુત બની જતા હોય છે. ભ્રષ્ટાચાર ન હોય ત્યાં બાવડીયા પણ ન હોય તે આ પતિ દેવને ભાન હોવુ જાેઈએ આવી ટકોર પણ જાણકારો કરી રહ્યા છે. પહેલા ભ્રષ્ટાચાર ન થાય તેની તકેદારી થોડી ઘણી તો રાખી દેખાડો તો આપોઆપ ભ્રષ્ટાચાર સાફ થઈ જશે તેવુ આ ડોકટરને સમજાવશે કોણ? આ ડોકટરને સમજ પણ થોડી ઓછી જ હોય તેવુ પણ જાેવા મળી રહ્યુ છે. પ્રજાની સેવાનુ સારૂ કામ તેમની પાસે છે તેને છોડીને નગરપાલિકામાં શંુ સેવા કરવા દોડી આવે છે? તે પણ એક તપાસનો વિષય બની રહ્યો છે. જમીને જ બપોર પછી આવવા પાછળનુ કારણ શુ? જમીને આવે તો બપોર પછી નગરપાલિકામાં આરામ કરવાની સગવડ સારી મળી રહે છે તેવુ તો નથી ને? કે પછી કોઈને નડતર રૂપ તો નથી ને? તે પણ વિચારવા જેવુ જ છે..!