કેન્દ્ર તથા ગુજરાતની ભાજપ સરકારે પેકેજીંગ વસ્તુઓ પર જીએસટી લગાડી વધુ એક અન્યાય કર્યો : યજુવેન્દ્રસિંહ જાડેજા

0
16

ભુજ ખાતે વિરોધ દરમિયાન કોંગ્રેસી આગેવાનોએ મોંઘવારીની નનામી કાઢતા ધરપકડ વહોરી

ભુજ : કેન્દ્ર તથા ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારથી પ્રજા પાયમાલ છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા ઘણી આવશ્યક ચીજ વસ્તુઓ ઘઉંનો લોટ, મધ, ગોળ તથા અનાજની પેકિંગ વસ્તુઓ પર અસહ્ય જીએસટીના કારણે ભાવવધારો થવાથી પ્રજાજનો પર મોંઘવારીનો બોજ વધી રહ્યો છે. સરકાર અત્યંત અસવેદનશીલ અને સરમુખત્યારી તથા ભાજપ સરકારના અવિચારી અને પ્રજા વિરોધી ર્નિણયોથી મોંઘવારી ભીષણ સ્વરૂપે બહાર આવી રહી છે. ઉપરાંત યુવાનોને રોજગારીના નામે ગુમરાહ કરી રહેલ છે તેના વિરોધમાં ભુજ ખાતે રાષ્ટ્રવ્યાપી વિરોધ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસના વિશાળ સંખ્યામાં કાર્યકરો, આગેવાનોએ મોંઘવારીની નનામી કાઢી આશ્ચર્યજનક કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં ‘પહેલે લડે થે ગોરો સે અબ લડેંગે ચોરો સે’, ‘યુવા વિરોધી યે સરકાર નહીં ચલેગી’ જેવા સૂત્રોચ્ચાર સાથે નનામી કાઢવા જતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું અને ઉગ્ર ઝપાઝપી દરમિયાન મહિલા કાર્યકરો ઘવાયા હતા, જેથી પોલીસના આ બળ પ્રયોગને કોંગ્રેસ પક્ષે વખોડ્યો હતો.
આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, કિશોરદાન ગઢવી, રાજેન્દ્રસિંહ જાડેજા, પી.સી.ગઢવી, રામદેવસિંહ જાડેજા, અરજણ ભુડીયા, કલ્પના જાેશી, આશાબેન સોની, દીપક ડાંગર, ગની કુંભાર, મુસ્તાક હિંગોરજા, પુષ્પાબેન સોલંકી, અમિત મહેતા, ધીરજ રૂપાણી, અંજલીબેન ગોર, ઇલિયાસ ઘાંચી, રસિકબા જાડેજા, આઈસુબેન સમા, મહેબૂબ પખેરીયા, હાસમ સમા, નરેશ ફુલીયા, એચ.એસ. આહીર, નીલય ગોસ્વામી, યોગેશ પોકાર, મીત જાેશી, હિંમતસિંહ જાડેજા, હેમાંગ જાેશી, રજાક ચાકી, અકીલ મેમણ, જુસબશા સૈયદ, વિશાલ ગઢવી, સહેજાદ સમા, જીગરસિંહ જાડેજા, આદિત્ય ગઢવી, શક્તિસિંહ ચૌહાણ, રાજુભાઈ વગેરે આગેવાનોએ ધરપકડ વ્હોરી હતી એવું જિલ્લા પ્રવક્તા ગની કુંભારે જણાવ્યું હતું.