કેન્દ્રની ટીમના સુરતમાં ધામા

0
25

કલેકટર-પોલીસ કમિશ્નર સહિતનાઓની ઉપસ્થીતીમા કોરોનાના વધતા કેસોની સમીક્ષા : હોસ્પિટલ, વેકસિનેશન, સ્ટાફ, ઈન્જેકશન, વેન્ટીલેટર સહિતની સ્થાનિકતંત્રની વ્યવસ્થાઓની મેળવી માહીતી

સુરત : ગુજરાતના સુરતમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ થવા પામી ગયુ છે. ત્યારે આજ રોજ કેન્દ્રીય આરોગ્યવિભાગની ટુકડીઓ સુરત આવી પહોચી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે.આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર કેન્દ્રની આરોગ્ય ટુકડી આજ રોજ સુરત આવી પહોંચી છે. અહી સુરત કલેકટર ધવલ પટેલ, પોલીસ કમિશ્નર સહિતનાઓ હાજર રહ્યા છે. કેન્દ્રની ટીમ દ્વારા અહી વધતા સંક્રમણને ડામવા સ્થાનિક તંત્રએ કેવા કદમો ઉઠાવ્યા છે, ઈન્જેકશનની કેવી સ્થીતી છે, વેન્ટીલર અને બેડની શુ વ્યવસ્થાઓ છે તે સહિતની વીગતોની સમીક્ષાઓ કરવામા આવી રહી છે.