કેજરીવાલના પત્નીની તબિયત બગડી, હોસ્પિટલમાં ભરતી કરાયા

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,દિલ્હીમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. આ તમામની વચ્ચે શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે સાકેત સ્થિતી મેક્સ હોસ્પિટલમાં ભરતી કરાયા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીએ પોતાના ટ્‌વીટ હૈંડલ પર આ વાતની પુષ્ટિ કરી છે.તેમણે લખ્યુ, આ વાત મને પરેશાન કરી રહી છે. મારી ભાભી સુનિતા કેજરીવાલને મેક્સ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. તેઓ કોરોનાથી સંક્રમિત છે. તે ખૂબ જ મજબૂત ઈચ્છાશક્તિવાળી મહિલા છે. એટલા માટે કોરોના તેનું કંઈ નહીં બગાડી શકે. તે હંમેશા મુશ્કેલ ઘડીમાં અમારી સાથે ઉભા રહ્યા છે. તેઓ જલ્દી સાજા થઈ જાય તે માટે આવો પ્રાર્થના કરીએ.દિલ્હીમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે, બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરવાલનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને હોમ આઈસોલેશનમાં હતા, પરંતુ તેમને સાકેતમાં મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૨૦ એપ્રિલના રોજ તેમની રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, ત્યાર બાદ મુખ્યમંત્રી પણ આઈસોલેશનમાં જતા રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં પણ ઘાતક કોરોના વાયરસનો કહેર વધ્યો છે.અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો જે બાદ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા પોતે હોમ આઈસોલેટ થયા હતા. પત્નીના કોરોના પોઝિટિવ આવ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાને પણ આઈસોલેટ કરી લીધા હતા. દિલ્હીમાં કોરોનાને કારણે સ્થિતિ સતત બગડી રહી છે.દિલ્હીમાં બેડ્‌સ-ઈન્જેક્શન અને ઓક્સિજન સપ્લાઈની વ્યવસ્થા કરવા માટે અરવિંદ કેજરીવાલ સતત એક્ટિવ છે અને બેઠકો કરવાની સાથે ઘણા હોસ્પિટલની સ્થિતિની સમીક્ષા કરવા પણ જાતે જ જતા હતા. દિલ્હીમાં ગત ૨૪ કલાકમાં પણ ૨૩ હજાર જેટલા નવા કેસ નોંધાયા હતા.