કુકમામાં ૩૦મી એપ્રિલ સુધી બપોર બાદ લોકડાઉન

કુકમા : કોરોનાના કેસો વધતા કુકમા ગ્રામ પંચાયત દ્વારા વેપારીઓ અને ગ્રામજનોની હાજરીમાં બેઠક યોજાઈ હતી. જેમાં સર્વાનુમત્તે ૩૦ એપ્રિલ સુધી સવારે ૬થી બપોરે બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવી અને બાદમાં લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં સરપંચ કંકુબેન વણકર, સભ્યો અમૃતલાલ વણકર, હમીર મારવાડા, દેવજીભાઈ તેમજ ઉત્તમ રાઠોડ, પાર્થ આહિર, ભૂપેન્દ્રસિંહ સોઢા, સતારભાઈ, આદમ કટીયા, દેવેન્દ્રભાઈ, ભુજ તા. પંચાયતના કારોબારી ચેરમેન જયનેશભાઈ વરૂ, પીએસઆઈ જાડેજા વગેરે હાજર રહ્યા હોવાનું પંચાયતની યાદીમાં જણાવાયું છે.