કુકમામાં યુવાને ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

સામખિયાળી-લાકડિયા માર્ગેથી અજાણ્યા પુરુષનું કંકાલ મળતા પોલીસે હાથ ધરી તપાસ

 ભુજ :તાલુકાના કુકમા ગામે ૩૩ વર્ષિય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આત્મઘાતિ પગલું ભર્યું હતું તો પૂર્વ કચ્છમાં સામખિયાળીથી લાકડિયા તરફ જતા નેશનલ હાઈવે પરથી અજાણ્યા પુરુષની સુકાઈ ગયેલી લાશ મળી આવી હતી. જેને પગલે સામખિયાળી પોલીસે અકસ્માત-મોતનો મામલો દર્જ કરીને આગળની તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ તાલુકાના કુકમા ગામે રહેતા મેહુલ હિંમતલાલ ચૌહાણ (ઉ.વ. ૩૩)એ આજે વહેલી પરોઢે ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘેર રસ્સી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવને પગલે હતભાગીના પિતરાઈ સાવન પરેશભાઈ ચૌહાણે પધ્ધર પોલીસને જાણ કરતા હતભાગીના મૃતદેહને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં પીએમ સહિતની કાર્યવાહી માટે ખસેડાયો હતો. હતભાગીએ કયા કારણોસર આત્મઘાતિ પગલું ભર્યંુ તે હજી સ્પષ્ટ થઈ શક્યો નથી. બનાવને પગલે પધ્ધર પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ ભચાઉથી લાકડિયા તરફ જતા નેશનલ હાઈવે પર ડાબી બાજુએથી કોઈ અજાણ્યા પુરુષની સુકાઈ ગયેલ (કંકાલ) લાશ મળી હતી. બનાવને પગલે હીરાભાઈ ભીખાભાઈ હેઠવાડિયાએ સામખિયાળી પોલીસને જાણ કરી હતી. પોલીસે હતભાગીના મૃતદેહને કબજે લઈ પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં હતભાગીનું મૃત્યુ એકાદ માસ પહેલા થયું હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે મૃતક કોણ છે ? અને કઈ રીતે મોત નિપજ્યું તે સહિતની તપાસ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે. હાલ તો સામખિયાળી પોલીસે બનાવને પગલે અકસ્માત-મોતનો બનાવ દર્જ કરતા પીએસઆઈ એ.વી. પટેલે આગળની તપાસ હાથ ધરી છ