ગાંધીધામ : સંકુલના કાસેઝમાં ધાડ પાડવાના ઈરાદે ઘૂસેલા પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. ઝોનની ખાનગી સુરક્ષા કંપનીના કર્મચારીઓએ આ શખ્સોને પડકારતા તેમણે ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં કેટલા કર્મીઓને ઈજા પણ પહોંચી હતી.બનાવમાં તાત્કાલિક પોલીસને જાણ કરાતા સ્થાનિક પોલીસે કિડાણા અને ખારીરોહરમાં રહેતા અસગર ઈસ્માઈલ ચાવડા, ઈબ્રાહીમ હાજી ચાવડા, કાસમ ચાવડા, લિયાકત કાસમ ચાવડા અને મુસ્તાક કાસમ સોઢાને ઝડપી પાડ્યા હતા.આરોપીઓના કબ્જામાંથી પોલીસે હથિયારો કબ્જે કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે. પકડાયેલા આરોપીઓને પોલીસે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ ન મળતા આરોપીઓને જેલ હવાલે ધકેલાયા હતા.

કાસેજમાં કુખ્યાત તસ્કારોને હમેશને માટે કાઢો કાંટો

વારંવાર કાસેઝમાં થતી તસ્કરી અને સુરક્ષાકર્મીઓ પર થતા હુમલા કહેવાય જોખમી : વોર્નિગબેલ સમાન

ગાંધીધામ : કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં તસ્કરો દ્વારા છાશવારે ઘુસપેઠ કરવામા આવી રહી છે. અહી ચકલો પણ ફરકી ન શકે તેવા દાવાઓ કરી અને સલામતી ટાઈટ હોવાની હવા આવા કિસ્સાઓથી નીકળી જવા પામી રહી છેી.હાલમાં જ કાસૈજમાં વહેલી પરોઢે આ જ રીતે તલવાર અને ધારીયા સહિતની વસ્તુઓ સાથે તસ્કરો ઘુસી આવ્યા હતા અને અહી સુરક્ષાકર્મીઓને પણ ઈજાગ્રસ્ત કરીને આ શખ્સો ફરાર થઈ ગયા હતા. જે બાદ પ્રસાસને ફરીયાદ કરતા હાલમાં આ શખ્સો પકડાઈ ગયા છે પણ પકડાયેલા શખ્સો દોરડા, સીડી, ધારીયા, તલવાર સહિતની ચીજવસ્તુઓ સાથે ઘુસી આવ્યા હતા. આવી ઘટના કેાઈ પહેલી વહેલી વાર નથી બની. આવી ઘટનાઓ અગાઉ પણ અહી બની જવા પામી છે. કાસેજ પ્રસાસન સલામતી વ્યવસ્થા અને જે તે એજન્સીને આ બાબતે કડકાઈથી આદેશ આપે તે જરૂરી બન્યુ છે.