કાઠડા ગ્રામ પંચાયત ખાતે આજે સરકારી યોજના કેમ્પ યોજાશે : મારૂ ગામ કાઠડા ગામ આત્મનિર્ભર ગામ

માંડવી તાલુકાના કાઠડા ગ્રામ પંચાયત ખાતે તા.૧લી એપ્રિલ-૨૦૨૧ આજે તમામ સરકારી યોજનાનો કેમ્પ યોજાશે. તમામ સરકારી યોજનાનો કેમ્પ યોજાશે. તમામ સરકારી યોજનાનું કામ તેમજ તમામની માહિતી એક જ સ્થળ કાઠડા ગ્રામ પંચાયતમાં મળી રહે તે માટે તા.૨૬/૩/૨૦૨૧ થી તા.૧/૪/૨૦૨૧ સુધી કેમ્પ યોજાયો છે.

મારુ ગામ કાઠડા ગામ આત્મનિર્ભર ગામ હેઠળ ગ્રામ પંચાયતમાં તમામ ગ્રામવાસીઓને કેમ્પમાં દરેક સરકારી યોજનાનો લાભ મળે તે માટે ગ્રામ પંચાયતમાં અવશ્ય મુલાકાત લેવી. એમ સરપંચશ્રી ભારૂ એલ ગઢવીએ જણાવ્યું છે. રાશનકાર્ડમાં બંધ રાશન ફરી ચાલુ કરવા ફોર્મ ભરી અપાશે. નવું મા અમૃતકાર્ડ બનાવવા તેમજ કાર્ડ રીન્યુ કરાવવા, ખેડૂતો મિત્રોએ ખેડૂતલક્ષી તમામ અરજીઓ માટે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ફોર્મ, વિધવા સહાય, વયવંદના, નિરાધાર સહાય અને તમામ સરકારી યોજનાની માહિતી ૧લી એપ્રિલ-૨૦૨૧ સુધી ગ્રામ પંચાયત ખાતે મળશે.