કાંડાગરાની નદી પાસે જાેખમ ઊભું કરતા ભૂમાફિયાઓ

સરકારી જમીનમાં ગેરકાયદે રેતી ખનન થતા ખેડૂતોની વાડીઓમાં વરસાદી પાણી ભરાવાનો ભય

માંડવી : મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામ ની નદી પાસે સરકારી જમીનમાં રેતી ખનન કરી ભુમાફીયાઓ ખેડૂતોની વાડીઓ વરસાદી  પાણીમાં ધોવાઇ જાય તે રીતે જાેખમ ઉભુ કરી રહ્યા છે . જેથી સ્થાનિક ખેડૂતોના વિરોધથી આજે પોલીસે સ્થળ પર આવી રેતી ખનન બંધ કરાવ્યો હતો . સ્થાનિકોના જણાવ્યા મુજબ રેતીની લીઝ પૂર્ણ થઈ ગઈ હોઇ નદી પાસેની સરકારી જમીનમાં ખાડા કરવામાં આવી રહ્યા છે.આ ખાડાઓમાં અગાઉ ૩ યુવાનના ડૂબવાથી મોત થયા હતા. ભવિષ્યમાં આવા બનાવ બને તો તો તેની જવાબદારી સરકારની રહેશે. બનાવ બન્યો હતો જેથી આ ગેરકાયદેસરની પ્રવૃત્તિ બંધ કરવા માંગ કરાઇ છે.ખેડૂત અગ્રણી કાનજીભાઈ ધનરાજભાઇ ગઢવીના જણાવ્યા મુજબ વિમલ સાગર ડેમ જર્જરિત હોવાથી ચોમાસામાં આ વિસ્તાર ઉપર જાેખમ તો છે જ પણ રેતી ખનન થતાં જે ખાડાઓ થઈ રહ્યા છે તેથી વાડીઓમાં વરસાદી પાણી આવવાનો ભય રહેલો છે. એડવોકેટ નારણભાઈ ગઢવીએ માંગણી કર્યા બાદ ૯૦ દિવસમાં કરાર ખત માપણી કરાવવાની હોય છે પણ નિયમ મુજબ થઈ ન હતી અને ત્રણ વર્ષ માટે લીઝ મંજૂર કરવામાં આવી હતી જે વર્ષ ૨૦૧૧ માં માંગણી કર્યા બાદ ૨૦૧૭ માં મંજૂર થઈ હતી તો છે વર્ષ સુધી રહેમ દ્રષ્ટિ રાખવા બાબતે પણ પ્રશ્નો ઉભા થયા છે અને લીઝ રિન્યુ ન થઈ હોવા છતાં ગેરકાયદેસર રેતી ઉઠાંતરી થતી હોવાનો આક્ષેપ પણ કરાયું હતું . આ નદીમાં જાેખમરૂપ રેતી ઉઠાંતરી બંધ નહીં થાય તો ઘરણા અને સંઘર્ષમય આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઇ હતી. વિસ્તારના અગ્રણીઓ ભીમશી વિશ્રામ ગઢવી (ઉપસરપંચ), કાનજીભાઈ ગઢવી, નારણભાઈ ગઢવી ( એડવોકેટ), કરમણ જખુ ગઢવી પુનશી સામત ગઢવી, રામ દેવરાજ ગઢવી, કરશન ડાયા ગઢવી , હરદાસ કેશવ ગઢવી, ડાયાભાઈ ગઢવી ( કાંડાગરા સમાજ સમાજ પ્રમુખ ), નારાણ દેવુ ગઢવી સહિતે પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆતો કરી હતી. આ પ્રશ્નો બાબતે મુન્દ્રા પીઆઇ, કલેકટર , જિયોલોજિકલ , ખાણ ખનીજ ને પણ રજૂઆત કરાઈ છે . ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પી.એ. વિનુભાઈ થાનકી અને જીગરભાઈ છેડાને રજૂઆત કરાતા યોગ્ય કરવા ખાત્રી આપી હતી . જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન મહેન્દ્રભાઇ ગઢવી એ સ્થળ નિરીક્ષણ કરી રજૂઆતો સાંભળી હતી.