કાંઠાળ વિસ્તારના ૯૨ ગામોના ૩૨૮૦૬ લોકોને કોવીડ ગાઇડલાઇન સાથે સ્થળાંતરીત કરાયા

શેલ્ટરમાં ૩૯૨૯ અને અન્યત્ર ૨૮૮૭૭ લોકોને સલામત રીતે ખસેડાયા

કચ્છ જિલ્લામાં ૨૦મી મે-૨૦૨૧ સુધી સંભવિત તાઉ’તે વાવાઝોડુ ત્રાટકવાની સંભાવનાના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠના તાલુકાના ૯૨ ગામોના લોકોને જે ૦ થી ૫ કિ.મી.ની ત્રિજયામાં આવે છે. તેમને સ્થળાંતરીત કરવાની પ્રકિયા ચાલુ છે. જે પૈકી કાંઠાળ વિસ્તારના ૯૨ ગામોના ૩૨૮૦૬ લોકોને કોવીડ ગાઇડલાઇન સાથે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. જિલ્લામાં વિવિધ આશ્રય સ્થાનોમાં શેલ્ટરમાં ૩૯૨૯ અને અન્યત્ર ૨૮૮૭૭ લોકોને સલામત રીતે ખસેડાયા છે. જે પૈકી અબડાસામાં ૫૩૯૦, લખપતમાં ૩૫૩૦, માંડવીમાં ૩૬૨૪, ગાંધીધામ ૯૧૯૪, ભચાઉમાં ૧૮૧૦, અંજારમાં ૧૦૯૫, મુન્દ્રામાં ૭૧૩૮ અને ભુજ માં ૧૦૨૫  થઈ ૩૨૮૦૬ લોકોને કોવીડ ગાઇડલાઇન સાથે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. દરિયા કાંઠાના ગામોના આશ્રયસ્થાનો અને સલામત સ્થળે સ્ત્રીઓ, પુરૂષો અને બાળકો થઇ કુલે ૩૨૮૦૬ લોકોને અગમચેતીના ભાગરૂપે કોરોના કોવીડ-૧૯ની ગાઈડલાઇન પ્રમાણે સ્થળાંતરીત કરાયા છે તેવું ડીઝાસ્ટર મામલતદારશ્રી રાહુલ ખાંભરા દ્વારા જણાવાયું છે.