કળિયુગી કપૂત…!! વૃદ્ધ પિતાને રસ્તા પર ઢસડીને હેવાન પુત્રએ માર માર્યો

0
28

(જી.એન.એસ.)વલસાડ,વલસાડમાં કપાતા કળિયુગી પુત્રની શરમજનક ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. મૂળી ગામમાં રહેતા ૯૫ વર્ષના વૃદ્ધ પિતાને બેરહેમીપૂર્વક દીકરાએ જ માર માર્યાનો વીડિયો વાયરલ થયો છે. પિતાને મોટો દીકરો હેરાન કરતો હતો. તેથી પિતા મોટા દીકરાની ફરિયાદ કરવા નાના દીકરાના ઘરે ગયા હતા. આ વાત મોટા દીકરાને સહન ના થતા નાના દીકરાના ઘરે પહોંચી પિતાને ઢોર માર મારવા લાગ્યો. પિતા કોઈ ગુનેગાર હોય તેમ બેરહેમીથી મોટો દીકરો મારવા લાગ્યો. જો કે આખી ઘટનાનો પૌત્ર એ વીડિયો ઉતારી વલસાડ રૂરલ પોલીસ મથકે જઇ સગા કાકા સામે ફરિયાદ નોંધાવી. પૌત્રએ વીડિયો એવિડન્સ સાથે રૂરલ પોલીસ મથકે જઇ રજૂઆત કર્યા બાદ હ્લૈંઇ નોંધાવી.વલસાડ તાલુકાના મૂળી ગામના મહેતા ફળિયામાં રહેતા ૯૫ વર્ષીય ભીખાભાઈ સોમાભાઈ હળપતિના બે દીકરા શંકરભાઈ અને રમણભાઈ એક જ ફળિયામાં રહે છે. ભીખાભાઈ તેમના દીકરા રમણભાઈ સાથે રહેતા આવ્યા છે. ૧૪ જૂન ૨૦૨૧ના રોજ સવારે ભીખાભાઇ દીકરા શંકરના ઘરે આવી પૌત્ર રાજુને મળી તેના કાકા રમણભાઈ તેમને માર મારી રહ્યા હોવાનું તેમજ તેમની સારવાર કરાવી ન રહ્યા હોવાની ફરિયાદ પૌત્રને કરી રહ્યા હતા અને હવેથી શંકરભાઈના ઘરે જ રહેવા આવવાના હોવાનું જણાવ્યું હતું. જે દરમિયાન રમણભાઈ અચાનક આવી જતા ભીખાભાઈને માર માર્યો હતો.
સમગ્ર ઘટનાનો વીડિયો પૌત્ર રાજુએ બનાવ્યો હતો અને બનાવ અંગે દાદાને મારનાર સગા કાકા રમણભાઈ વિરૂધ્ધ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.