કર્ણાટકમાં લૉકડાઉનની જરૂર નથીઃ સીએમ યેદિયુરપ્પા

(જી.એન.એસ)બેંગલુરુ,કર્ણાટકમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ કહ્યું કે, હાલમાં રાજ્યમાં લૉકડાઉન કરવાની જરૂર નથી. રાજ્યમાં કોરોનાની સ્થિતિ જાણવા માટે ૧૮ એપ્રિલે દરેક પાર્ટીની એક બેઠક બોલાવવામાં આવી છે. જ્યારે ટેક્નિકલ સલાહકાર સમિતિએ કહ્યું કે, અહીં કોરોના સંક્રમણના કેસ ૨ મે સુધી વધશે. એટલે લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. કર્ણાટકમાં અત્યાર સુધી ૧૦ લાખ ૭૪ હજારથી વધારે લોકો કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૧થી ૧૪ એપ્રિલ સુધી ટીકા ઉત્સવની જાહેરાત કરી છે, જે અંતર્ગત દેશમાં વધુને વધુ લોકોને કોરોનાની વેક્સિન આપવાનો ઉદ્દેશ છે. દેશમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અનેક રાજ્યોએ કોરોનાને કાબૂમાં લેવા માટે રાત્રિ કરફ્યૂ પણ અમલમાં મુક્યું છે.