ક્રાઈમ કોર્નર

ક્રાઈમ કોર્નર

ગાંધીધામના વૃદ્ધે એસીડ પીને કર્યો આપઘાત

ગાંધીધામ : શહેરના ડીબીઝેડ નોર્થ ૭૬માં રહેતા વૃધ્ધે એસીડ ગટગટાવીને જીવનનો અંત આણ્યો હતો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ પ૮ વર્ષીય ભગવાન ભોગરૂમલ લોંગવાનીએ ટોયલેટ કલીનર પી લીધું હતું. જેમાં તેમનું મોત નીપજ્યું હતું. હતભાગી અગમ્ય કારણોસર આત્મઘાતી પગલું ભર્યું હતું. ત્યારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

પૂર્વ કચ્છમાં વર્ષોથી નાસતા ફરતા બે આરોપી પકડાયા
 
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં જુદા-જુદા ગુનાઓમાં નાસતા ફરતા બે આરોપીઓને પકડી પાડી તેમની વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. અંજારમાં રહેતા મુકેશ વેલજી સોરઠિયા વિરૂધ્ધ ગત વર્ષ ર૦૦૯માં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારથી આ શખ્સ ગમે તે કારણે પોલીસના હાથમાં આવતો ન હતો. વિશ્વાસઘાત, ઠગાઈના આ પ્રકરણમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આ શખ્સને પકડી પાડી તેને અંજાર પોલીસના હવાલે કર્યો હતો. વરસામેડીની બાગેશ્રી ટાઉનશીપ-રમાં રહેતા મેહુલ નવીનચંદ્ર ઠક્કર વિરૂધ્ધ દોેઢેક વર્ષ અગાઉ કંડલા મરીન પોલીસ મથકે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારથી આ શખ્સ પોલીસના હાથમાં આવતો ન હતો. દરમ્યાન આજે આ શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. 

અંજાર પોલીસે ટેકનોલોજીના ઉપયોગથી બાઈક ચોરી ઉકેલી

અંજાર : અંજાર પોલીસે ટેકનોલોજીની મદદથી મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. અંજાર શહેરના કળશ સર્કલ પાસે પોલીસે નંબર પ્લેટ વગરની મોટર સાયકલ લઈ આવતા એક શખ્સની પૂછપરછ કરતા તે સંતોષકારક જવાબ આપી શકયો નહી. દરમ્યાન પોલીસે પોકેટકોપની મદદથી આ બાઈકની જરૂરી તપાસ કરતા આ વાહન ચોરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ચોરીના વાહન સાથે આરોપી સિકંદર ઉર્ફે સિકલો પીરશા શેખની ધરપકડ કરી હતી.

ગોધરાની સીમમાં વાડીમાંથી પંદર હજારના કેબલની ચોરી

માંડવી : માંડવી તાલુકાના ગોધરાની સીમમાં વાડીમાંથી ૧પ હજારના કેબલની ચોરી થઈ હતી. ગોધરા ગામની સીમમાં ભારાપરના રહેવાસી ખેડૂત મેઘજી કરશન હિરાણી (પટેલ)ની વાડીમાંથી તસ્કરોએ તાંબાનો એમએમનો કાળા રંગનો રપ૦ મીટર કેબલ ઉઠાવી ગયા હતા. વાડીના છેડામાં મોટરનો કેબલ ખુલ્લો રખાયો હતો. તેમાંથી રૂા.૧પ હજારનો કેબલ કાપીને ચોરી કરી ગયા હતા.