કમલમ્‌માં ભાજપનું મનોમંથન તેજ

પ્રભારી ભુપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં રાજ્યમાં સરકાર-સંગઠન વચ્ચે સંકલન વધારવાની કવાયત : પ્રદેશ અધ્યક્ષ પાટીલ, સીએમ રૂપાણી, ડે.સીએમ નિતીનભાઈ ઉપરાંત પ્રધાન મંડળના મંત્રીઓ અને ધારાસભ્યોની બેઠકનો ધમધમાટ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ આડે હવે દોઢ વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા ગુજરાતમાં ચૂંટણી તૈયારીઓની કવાયત શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે આજે ગુજરાતના પ્રવાસે આવેલા પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ની ઉપસ્થિતિમાં પ્રદેશ કોર ગ્રૂપની બેઠક મળી છે.ગુજરાતના પ્રવાસે આવેલા ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ની ઉપસ્થિતિમાં પ્રદેશ કોર ગૃપના ટોચના ૧૫ સભ્યોની બેઠકનો પ્રારંભ થવા પામ્યો છે.
ભાજપ વર્તુળ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આ બેઠકમાં રાજ્યમાં કોરોના ની સ્થિતિ અંગે તેમજ કોરોના ને નિયંત્રણમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં લેવામાં આવેલા પગલાઓ તેમજ લોકડાઉન દરમિયાન આમ પ્રજાને માટે કરાયેલી કામગીરી અને ધંધા રોજગાર માટે જાહેર કરવામાં આવેલા સહાય પેકેજ અંગે ની અમલવારી સહિતની કામગીરી અંગેની સમીક્ષા કરીને ચર્ચા વિચારણા કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.આ ઉપરાંત આ બેઠકમાં ગુજરાતમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગેની ચર્ચા વિચારણા કરીને આગામી વર્ષે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કયા કયા પ્રકારના કાર્યક્રમો અને વિકાસ કામો હાથ ધરવા અને પ્રજા વચ્ચે જવા માટે કેવા મુદ્દાઓ અને કાર્યક્રમો સાથે જવું તે અંગે ચર્ચા-વિચારણા કરીને સરકાર અને સંગઠનને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ હાથ ધરવા માટે ની વ્યૂહરચના ઘડી કાઢવા માટેની પણ ચર્ચા વિચારણા કરીને કાર્યક્રમો ઘડી કાઢવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવેલા પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ૧૫ મી એ ગાંધીનગર ખાતે યોજાનારી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં પણ ઉપસ્થિત રહીને ભાજપના ધારાસભ્યોને કોરોના ના સમયમાં કરવામાં આવેલી કામગીરી અંગેની સમીક્ષા કરીને લોકો વચ્ચે જવા માટેના કાર્યક્રમો કરવા માટેનું માર્ગદર્શન આપનાર હોવાનું જાણવા મળે છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ની અધ્યક્ષતા માં અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવ તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલની ઉપસ્થિતિમાં મળેલી કોર ગ્રુપની બેઠકમાં રાજ્ય મંત્રીમંડળના કોર ગૃપના સભ્યો તેમજ પ્રદેશ મહામંત્રીઓ કોર ગ્રુપ ની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળે છે. કોર ગ્રૂપની બેઠક બાદ પ્રદેશ અધ્યક્ષ સી .આર. પાટીલ અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં બપોરના સંગઠન અને સરકારના હોદ્દેદારો સાથે એક મહત્વની બેઠક મળનારી છે જેમાં સરકાર અને સંગઠન વચ્ચે સમન્વય સાધવા માટે સમન્વય સમિતિની રચના કરવા અંગે ચર્ચા-વિચારણા કરીને સમન્વય સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

UPના CM
ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તો બીજી તરફ BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.
પી. નડ્ડાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. મળતી માહિતી મુજબ યોગી સાથેની મુલાકાત પહેલાં નડ્ડા અને PM મોદીએ યુપીને લઈને લગભગ બે કલાક સુધી વાતચીત કરી હતી, જેમાં સંગઠન, સરકાર અને કેબિનેટના પ્રસ્તાવને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થઈ હોવાનું કહેવાય છે. જે બાદ મોડી રાત્રે હાલમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થનારા પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ યુપી ભવનમાં યોગી આદિત્યનાથને મળ્યા હતા.આમ કથિત રીતે મોદીજી અને યોગી આદિત્યનાથ વચ્ચે પૂર્વાંચલ પ્રદેશ ને અલગ પાડવા મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે બન્ને વચ્ચે વાત થઈ કે કેમ તે જાણી શકાયું ન હતું.