કમનસીબી જુઓ, કોરોના આવ્યો અને સુશાંતના મૃત્યુની તપાસ અટકી ગઈઃ શેખર સુમન

મુંબઈ,તા.૧૯ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને ૧૧ મહિના થઈ ગયા છે. ૨૫ દિવસ બાદ એક વર્ષ પૂરું થઈ જશે. પરંતુ તેના મૃત્યુનું રહસ્ય હજી સુધી સામે નથી આવ્યું. તપાસ ક્યાં સુધી પહોંચી, ખબર નથી. આરોપીઓની સાથે શું થયું, તે પણ નથી ખબર. CBI તપાસ ચોક્કસપણે શરૂ થઈ હતી પરંતુ તેમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ હોવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ અંગે શેખર સુમને એક વખત ફરીથી નારાજગી વ્યક્ત કરી છે.શેખરે પોતાની પોસ્ટમાં લખ્યું- અમે લડ્યા અને લડતા રહ્યા. અમે આજે પણ સુશાંતના ન્યાય માટે લડી રહ્યા છે. એક મહિના બાદ સુશાંતના નિધનને એક વર્ષ થઈ જશે. કમનસીબી જુઓ, કોરોના આવી ગયો અને તપાસ આ આફત હેઠળ દબાઈ ગઈ. શું હવે કોઈ આશા છે? એક યુઝરે જવાબમાં તેમણે એમ પણ કહ્યું કે- મેં ન્યાયની જ્યોત જીવંત રાખી છે. દર મહિનાની ૧૪ તારીખે હું ભૂલ્યા વગર રિમાઈન્ડર મોકલું છું. શેખર સુમને ટ્‌વીટ કરતાં જ ફેન્સે તેના પર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું. એક ફેને લખ્યું- ૧૪ જૂને એક વર્ષ થઈ જશે. COVID-19, SSR ના તે હત્યારાઓને શોધે છે અને તેમના ફેફસામાં પ્રવેશે છે કેમ કે, આપણે નશ્વર મનુષ્ય તેમને ટ્રેક કરવામાં અસમર્થ છીએ.