કપડવંજ એસટી ડેપોના ૩૯ કર્મચારીઓ કોરોના સંકમિત, રૂટો બંધ કરાયા

(જી.એન.એસ)કપડવંજ,રાજ્યમાં કોરોના વાયરસના કારણે અનેક જગ્યાએ બસો, પ્રાઈવેટ વાહનો બંધ રાખવાની ફરજ પડી છે. હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કપડવંજ જી્‌ ડેપોમાં ફરજ બજાવતા સ્ટાફના ૩૯ કર્મચારીઓ કોરોના સંકમિત થયા છે. જેના કારણે મોટા ભાગના રૂટો પર એસટી બસ બંધ કરવાની ફરજ પડી છે.કપડવંજ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. તેમાં કપડવંજ એસ.ટી.ડેપોના કર્મચારીઓ પણ બાકાત રહ્યા નથી. કપડવંજ એસટી ડેપોમાં ૧૪૭ ડ્રાઇવર, ૧૨૧ કંડકટર ઉપરાંત વર્કશોપ ખાતે મિકેનિકલ સ્ટાફનું મહેકમ છે. જેમાંથી એક સપ્તાહ પહેલા ડેપો મેનેજર સહિત અંદાજે ૨૬ જેટલા ડ્રાઇવર કંડકટર અને મિકેનિકલ સ્ટાફ કોરોના સંક્રમિત થયા છે અને તે પછી આજદિન સુધી ૫-ડ્રાઇવર તથા ૮-કંડકટર મળી કુલ ૩૯નો સમાવેશ થાય છે.તદુપરાંત એસ.ટી.ના બે કર્મચારીઓના પણ કોરોનાને કારણે મોત નિપજયા હતા. જેમાં એટીઆઇ તથા ટ્રાફિક કન્ટ્રોલરનો સમાવેશ થાય છે. હાલ કપડવંજ એસટી ડેપોમાંથી ૭૨ સિડ્યુલ છે જેમાંથી ૪૫ શિડયુલ હાલના સમયે કાર્યરત છે અને કપડવંજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રૂટો બંધ કરી દેવામાં આવ્યા છે.