કચ્‍છ જિલ્‍લામાં ૩૦મી એપ્રિલ-૨૦૨૧ સુધી હથિયારબંધી

ભુજ : અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી કુલદીપસિંહ ઝાલાએ હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના
વાયરસ કોવીડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મહામારી જાહેર કરેલ હોઇ અને કચ્છ
જિલ્લામાં કોવીડ-૧૯ને અનુલક્ષીને મુકવામાં આવેલ પ્રતિબંધોની અમલવારી તેમજ ધાર્મિક
તહેવારોને અનુલક્ષીને સમગ્ર કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ
અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના
પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્‍વયે તેમને મળેલ
અધિકારની રૂએ તા.૪/૪/૨૦૨૧ થી તા.૩૦/૪/૨૦૨૧ સુધી સમગ્ર કચ્છ જિલ્‍લામાં
હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે.
આ જાહેરનામા અન્‍વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે
અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્‍યકિત જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર
અથવા ઉલ્‍લંઘન કરનારને ઓછામાં ઓછી ૪ માસની અને વધુમાં વધુ ૧ વર્ષની સજા થશે.
આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે.