કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના પાણી દ્વારા સિંચાઈ સુવિધા વધારવાના આયોજનના ભાગરૂપે રૂ ૫૬૦૭ કરોડની યોજના તૈયાર

આ યોજના માટે રૂપિયા ૩૫ કરોડની જોગવાઈ : અટલ ભૂજલ યોજના અંતર્ગત માંડવી ભુજ અને અંજાર તાલુકાનો સમાવેશ કરાયો

સંવેદનશિલ સીએમ વિજયભાઈ, નિતિનભાઈ પટેલ નર્મદા જળ કચ્છને મળે તે માટે છુટા હાથે કરી રહ્યા છે આર્થિક મદદ, હવે તો સ્થાનિકના રાજકારણીઓ કંઈક તો પાણી દેખાડો

ગાંધીનગરઃ કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના એક મિલીયન એકર ફીટ પાણી દ્વારા સિંચાઈ સુવિધાઓ વધારવાના આયોજનના ભાગરૂપે રાજ્ય સરકારે રૂ ૫૬૦૭ કરોડની યોજના તૈયાર કરવામાં આવી છે જેની સિદ્ધાંતિક મંજૂરીની દરખાસ્તો સરકારની વિચારણા હેઠળ હોવાનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું.
ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે જળસંપતિ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતાં રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે કચ્છને નર્મદાના વધારાના પાણી દ્વારા સિંચાઈ સુવિધાઓ વધારવા માટે ઉપરોક્ત યોજના તૈયાર કરવામાં આવી છે જેને સિદ્ધાંતિક મંજૂરી આપવાની દરખાસ્ત સરકારની વિચારણા હેઠળ છે આ યોજના માટે રૂપિયા ૩૫ કરોડની જોગવાઇ કરેલ છે તેનાથી ૧,૪૨,૦૦૦ એક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ થશે. આયોજન અંતર્ગત અલગ-અલગ આઠલીક નહેરને મોજણી અને સંશોધનની કામગીરી કરવામાં આવનાર છે.
તેમણે જણાવ્યું હતું કે કચ્છમાં પણ અટલ ભૂજલ યોજના અંતર્ગત ભુગર્ભ જળ સંચયની કામગીરી હાથ ધરવામાં આવશે જેમાં કચ્છ જિલ્લાના ભચાઉ માંડવી ભુજ અને અંજાર તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને સિંચાઈની પૂરતી સેવાઓ પૂરી પાડી ને ખેડૂતોની આવક બમણી કરવાના મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહ્યા છીએ જેના સુભગ પરિણામો મળી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ખેડૂતો માટે સતત ચિંતિત છે અને તમામ સંજોગોમાં કિસાનોની પડખે ઊભા રહીને સુવિધાઓ પણ પૂરી પાડી છે. વિધાનસભા
ગૃહમાં આજે વર્ષ ૨૦૨૧-૨૨ ની જળ સંપતિ વિભાગ ની સિંચાઈ અને ભૂમિ સંરક્ષણ માટે મેસુરી રૂપિયા ૧૧૪૪ કરુણા અને મૂડી હેઠળ ૩૮૨૭ કરોડની માંગણીઓ મુખ્યમંત્રીએ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જળ સંપતિ વિભાગ હેઠળના ૧૯ મોટા અને ૯૦ મધ્યમ જળાશયોના કેનાલ માળખામાં નેર સુધારણા સહભાગી સિંચાઇ વ્યવસ્થા પણ અને જરૂર જણાય ત્યાં કટીંગ કેનાલ કરીને યોજનાની ઉત્પન્ન થયેલ સિંચાઇ ક્ષમતા અને ખરેખર વપરાશ થતી સિંચાઈ ક્ષમતા વચ્ચેનો ગાળો ઘટાડીને ૧૦% કરતાં પણ ઓછો કરવાનો લક્ષ્ય રાખ્યો છે