કચ્છ યુનિવર્સિટીની પરીક્ષા કોરોનાના કારણે મોકુફ

ભુજ : ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં કોરોનાના કારણે પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. કુલસચિવ દ્વારા કરાયેલા હુકમ મુજબ કોરોનાના કારણે તબીબી વિદ્યાશાખાની અનુસ્નાતક કક્ષાની એમ.ડી. અને એમ.એસ. સંવર્ગની તેમજ કાયદા વિદ્યાશાખાની એલએલબી સેમેસ્ટર-૧ની પરીક્ષા ૧પ એપ્રિલથી શરૂ થતી હતી, જે પરીક્ષા હાલ પુરતી મોકુફ રખાઈ છે. આગામી સમયમાં પરીક્ષાઓ અંગે જાહેરાત કરવામાં આવશે. આ અંગે યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનો, કોલેજાે અને ઈન્સ્ટિટ્યુટના વડાઓને જાણ કરી દેવાઈ છે.