કચ્છ યુનિવર્સિટીના સેમેસ્ટર 2 અને 4ના છાત્રાનો મેરીટના આધારે અપાશે પ્રમોશન

સેમસ્ટર 6 અને અનુસ્નાતક કક્ષાના છાત્રોની ઓનલાઈ-ઓફલાઈન પરીક્ષા લેવાશે : કચ્છ યુનિવર્સિટીની મળેલી એકેડેમિક કાઉન્સીલની બેઠકમાં લેવાયો નિર્ણય

ભુજ : કચ્છ યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સીલની ઓનલાઈન મિટીંગ યોજાઈ હતી. જેમા વિવિધ મહત્વના નિર્ણયો કરાયા હતા. ખાસ તો કોરોના કાળ વચ્ચે છા6ની પરીક્ષા લેવી કે કેમ તેની મૂંઝવણ વચ્ચે મહત્વના નિર્ણયો કરાયા હતા. જેમા સેમેસ્ટર 2 અને 4ના છાત્રાનો મેરીટના આધારે પ્રમોશન અપાશે તેમજ સેમસ્ટર 6 અને અનુસ્નાતક કક્ષાના છાત્રોની ઓનલાઈ-ઓફલાઈન પરીક્ષા લેવાનું નક્કી કરાયુ હતુ. કચ્છ યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સીલની ઓનલાઈન મિટીંગ કુલપતિ જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમા કુલસચિવ તેમજ મેમ્બર સેક્રેટરી ડો. જી.એમ બુટ્ટાણી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાને લઇને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ બાબતે ચર્ચા કરાઈ હતી. ચર્ચા-વિચારણા અંતે સ્નાતક કક્ષાની વિનયન, વાણિજય અને વિજ્ઞાન વિધાશાખાના સેમેસ્ટર- ર અને ૪ના વિધાર્થીઓને મેરીટ બેઝ્ડ પ્રમોશન આપવાનું નક્કી કરાયુ હતુ. જયારે સેમેસ્ટર-6 અને અનુસ્નાતક કક્ષાની તમામ વિધાશાખાઓની ઓનલાઇન અને ઓફ્લાઈન પરીક્ષા લેવી. તો કાયદા વિદ્યાશાખામાં બાર કાઉન્સીલના નિયમ મુજબ પરીક્ષા લેવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. જ્યારે સ્વામીનારાયણ મંદિર-સારંગપુર દ્વારા ઇન્ટીગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સને સૈઘ્ધાંતિક મંજૂરી આપવા સાથે આગળની કાર્યવાહી કરવા સર્વાનુમતે ઠરાવ કરાયો હતો. તો એનસીસી અને એનએસએસના અભ્યાસક્રમને પણ સૈઘ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. અને એનએસએસને લગતો અભ્યાસક્રમ તૈયાર કરવા માટે ડો.એસ.જી. ધર્માણી, આચાર્યશ્રી, તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને ડો. ચિરાગ પટેલ, એનએસએસ કો-ઓર્ડિનેટર જવાબદારી સોંપવામાં આવી હતી. તો એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષના અભ્યાસક્રમમાં સુધારો કરવા બાબતે ઠરાવ કરાયો હતો. જ્યારે એમ.બી.બી.એસ.ના બીજા વર્ષના અભ્યાસક્રમને અમલીકરણ કરવા સહિતના ઠરાવો  સર્વાનુમતે કરાયા હતા.