કચ્છ મહારાવ પ્રાગમલજી ત્રીજાનું નિધન : પીએમ મોદીએ કચ્છી ભાષામાં પાઠવ્યો શોક સંદેશ

ભુજ : ક્ચ્છ રાજ્યના અંતિમ રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજા બાવા સાહેબનું આજે ટૂંકી બીમારી બાદ દુઃખદ નિધન થયું છે.મહારાવ સાહેબના અવસાનથી કચ્છને ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે.આજે સમગ્ર રાજપરિવાર સહિત કચ્છીઓ ઊંડા શોક અને આઘાતની લાગણી અનુભવી રહ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ક્ચ્છ મહારાવ પ્રાગમલજી ત્રીજાના દુઃખદ નિધન પર દુઃખ વ્યક્ત કરી કચ્છી ભાષામાં શોક સંદેશો પાઠવ્યો છે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે,કચ્છનાં મહારાવ પ્રાગમલજી ત્રીજાના નિધનથી દુઃખ અનુભવું છું.સદગતની આત્માને શાંતિ મળે એ માટે મનથી પ્રાર્થના કરું છું.દુઃખમાં ડૂબેલા પરિવાર અને તેમના ચાહકોને સાંત્વના પાઠવું છું.વડાપ્રધાન મોદીએ ટ્વીટરના માધ્યમથી ટ્વીટ કરી કચ્છી ભાષામાં શોક સંદેશો પાઠવ્યો હતો.
વડાપ્રધાને ટ્વીટ કરેલો શોક સંદેશ આ પ્રમાણે છે.
કચ્છ જે મહારાવો શ્રી પ્રાગમલજી (ત્ર્યા) જે મરણ થી દુ:ખ અનુભવીયાતો, સદ્ગત જી આત્માજી શાંતી લાય અંતર મનસે અરદાસ્ત કરીયાંતો દોખ મેં ડુબેલો પરિવાર અને એનીજા ચાહીં ધલ મેંડીકે મુંજી સાંત્વના આય. ઓમ શાંતિ