આઠથી દસ કરોડનું કૌભાંડ આદરાયુ, મુખ્ય સુત્રધારના બચાવમાં કયા ઝભ્ભાલેંગાધારીએ ભજવી દલા તરવાડીની ભૂમિકા? : સચિનના મોબાઈલના ધંધામાં પશ્ચીમ કચ્છનો કયો યુવા નેતા ભાગીદાર? આવા કરોડોના કૌભાંડમાં પણ કેન્દ્રસ્તરે કયા યુવા નેતાનુુ પ્રેસર કરી ગયું કામ?

લોકઅપમાંથી ફરાર થયેલ મુખ્ય સુત્રધાર ભુજના સરકારી ભવનમાં બંધ બારણે કયા યુવા રાજકારણી સાથે કરી આવ્યો બેઠક ? આ બેઠકમાં કૌભાંડના મુખ્ય આધાર પુરાવાનો નાશ આ જ યુવા રાજકારણીના ઈશારે નથી કરી દેવાયો ને ?

રાજકારણમાં યુવા વયેથી કાઠું કાઢીને કઈક પીઢનેતાઓને હંફાવી દેનારા અને મિલનસાર તથા સરળ અને ‘વિનોદી’સ્વભાવ ધરાવનારા યુવા બની બેઠેલા નેતા તરફથી વરસતો ફિટકાર : કારકીર્દીનો સુરજ બરાબર મધ્યાહ્નને તપે છે ત્યારે જ આ યુવાનેતાના એક પછી એક બહાર આવતા વિવાદી ભ્રષ્ટ-કૌભાંડી કારનામાઓને છાવરવાના કિસ્સાઓ થકી ‘ધડામ’ કરતાને રાજકીય પક્ષ અને જાહેરજીવનમાંથી આ યુવા નેતા એકાએક જ પડે તો નવી નવાઈ નહી..! : જાણકારોનો સીધો ટોણો

સરકાર-ગ્રાહકોના કરોડોની રકમ ઉસેડી લઈ, કૌભાંડ આચરનખારા મુખ્ય સુત્રધારની સાથે પશ્ચીમ કચ્છમાં ઠેર-ઠેર પવનચક્કીઓમાં રોકાણ-ધંધાઓ અપાવવા-ઠેકાઓમાં કયા યુવા રાજકીય નેતાની ભાગબટાઈ ?

ગાંધીધામ : નરેન્દ્ર મોદી અને સી આર પાટીલના રાજમાં કર્મઠ-મહેનતકશ યુવાનોને માટે પ્રગતિ ખુબજ ઝડપથી થવા પામતી હોય છે. પરંતુ પક્ષનો વિશ્વાસ પ્રસ્થાપિત કરી લીધા બાદ સ્થાનિક રાજકીય આંટીઘુંટીઓ, ધંધાકીય હિતો, સારા નહી મારા કરનારા તત્વોને પણ પક્ષે લાલઆંખ કરીને તેમનુ સ્થાન દેખાડતા વાર નથી કરી તે પણ દાખલાઓ અહી મોજુદ જ રહેલા છે. કચ્છમાં પણ હાલના સમયે એક યુવા અને કદાવર નેતા દ્વારા તેમની ખુદની કારકીર્દીમાં પગ પર કુહાડી મારવાની નીતી રીતીઓ અપનાવાઈ રહી હોવા સમાન વિવાદો એક પછી એક તેમની સામે મોઢું ફાડતા ઉભા થવા પામી રહ્યા હોવાની ચકચાર ઉઠી રહી છે.રાજકીય ચંચુપાતો થાય, પક્ષની નીતીઓને તેમાં નેવે મુકી દેવાય તે પણ કદાચ ચલાવી લેવાય પણ પક્ષ અને પ્રજાજનોએ જ ખોબલે ખાબલે મતો આપી અને નરેન્દ્રભાઈ જેવા ચેરીસમેટીક વિશ્વ લોકનેતાની નજીક પહોંચવાની તક આપી હોવા છતા એ જ પ્રજાજનો અને મતદારોની સાથે પણ દ્વોહ કરવાનુ પણ આવા રાજકારણીઓ ન છોડે તે તો સાંખી નહી જ શકાય તે પણ એકને એક બે જેવી જ વાત બની રહી છે.આ અંગે કચ્છના એક યુવા અને હાલમાં જ કદાવર બનેલા નેતા ભણી ફિટકાર સાથે વધુ એક વિવાદ જોડાઈ રહ્યો છે. જિલ્લાના પોસ્ટવિભાગમાં તાજેતરમાં જ આઠથી દસ કરોડના કૌભાંડની ફરીયાદ થવા પામી છે અને ચકચારી કિસ્સો બહાર આવવા પામી ગયો છે તેવા સમયે જાણકારો સવાલ પુછી રહ્યા છે કે આ કેસમાં મુખ્યસુત્રધારનુ નામ વહેલુ બહાર આવી ગયુ હતુ પણ ફરીયાદ કેમ મોડી કરવામા આવી? કૌભાડ કરોડોનુ આચરાયુ અને ફરીયાદ માત્ર લાખોની જ થઈ આવુ કેમ? પ્રજાની અને સરકારની સાથે રીતસરની કરોડોની ચીટીગ કરનારા આ કેસના મુખ્ય સુત્રધારને બચાવવા-શેહ આપવામાં કચ્છના કયા યુવા રાજકીય નેતાની ભુંડિ ભૂમિકા રહી? એટલુ જ માત્ર નહી પરંતુ લોકઅપમાથી આ સુત્રધાર જયારે ભાગ્યો ત્યારે ભુજના સરકારી ભવનમાં પણ કયા રાજકીય નેતાની સાથે બેઠકો કરી? એ બેઠકમાં કૌભાડના કયા મજબુત આધારો નાશ કરવામાં આવ્યા કે તેની ગેાઠવણીઓ કરવામા આવી? આ તમામ પાછળ કયા ભ્રષ્ટ અને બની બેઠેલા યુવા કદાવર તેનાનો દોરીસંચાર રહેલો છે? તેવા સવાલો પણ ઉભા થવા પામી રહ્યા છે.
રાજકીય રીતે જાણકારો સવાલો ઉભા કરતા કહી રહ્યા છે કે, આઠથી દસ કરોડનું કૌભાંડ આદરાયુ, મુખ્ય સુત્રધારના બચાવમાં કયા ઝભ્ભાલેંગાધારીએ ભજવી દલા તરવાડીની ભૂમિકા? સવાલ તો એ પણ થાય છે કે, પોસ્ટના કૌભાડના સુત્રધારમાં આ કદાવર યુવા રાજકીય નેતાનુ કેમ આટઆટલો બધો અંગત રસ લેવો પડયો? શુ સચિનકાંડની તપાસનો રેલો તેમના સુધી લંબાઈ શકે તેમ હતો? વિદેશથી મોબાઈલ મંગાવીને થતા ધંધામાં કે પછી પશ્ચીમ કચ્છમાં પવનચક્કીના કામો, ઠેકામાં આ કદાવર યુવા નેતાની તગડી ભાગીદારી હતી? આવા સવાલો ઉભા થવા પામી રહ્યા છે. તેની સાથે કહેવાય છે કે, જેટલી ઝડપથી રાજકીય કારકીર્દી આ કદાવર અને યુવા નેતાની ઝળહળતી રીતે આગળ ધપી છે તે આમને આમ સરકાર-તથા પ્રજાના ભોગે કૌભાંડીઓને છાવરવાની નીતીઓ અપનાવતા રહેશે તો તે ધડામ કરતાને પડતા પણ વાર નહી લાગે.