કચ્છ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ-૨૦૨૨ ટાઉન હોલ ભુજ ખાતે યોજાયો

0
71

આવનારી પેઢીનું વિશેષ ઘડતર કરવાનું શિક્ષકોના હાથમાં – પૂર્વ રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિર : ૨૪૦ શિક્ષકોએ શિક્ષકદિન નિમિત્તે હોંશભેર રક્તદાન  કર્યું : આદર્શ સમાજ નિર્માણમાં શિક્ષકની શ્રેષ્ઠતા મહત્વપૂર્ણ વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ. નીમાબેન આચાર્ય : બાળકોને શિક્ષિત, રાષ્ટ્રવાદી અને ચારિત્ર્યવાન બનાવવામાં શિક્ષકનો ફાળો મહત્વનો -જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા  

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ જિલ્લા શિક્ષણ કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી કચ્છ-ભુજ દ્વારા આયોજિત કચ્છ જિલ્લા ૮મા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત  સમારોહ-૨૦૨૨ આજરોજ  ટાઉન હોલ,ભુજ  ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લા કક્ષાના ચાર અને તાલુકા કક્ષાના વીસ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

         ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી ડો.નિમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં તેમણે જણાવ્યું હતું કે, શ્રેષ્ઠ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળાઓના સન્માન સમારોહ પ્રસંગે ભારતરત્નપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષકશ્રી ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે આપણે શિક્ષકદિન ઉજવીએ છીએ. રાજ્યના ૪૪ શ્રેષ્ઠ શિક્ષકોમાંથી ચાર શિક્ષકો કચ્છના છે તે પણ ગૌરવની વાત છે. વિકાસ માટે પ્રયત્નશીલ શિક્ષકોના કારણે  બાળકો  આજે આગળ આવ્યા છે. ભણતર સાથે ગણતર અને સંસ્કાર સિંચન શિક્ષકો કરે છે. કોઈ પણ યુગમાં શિક્ષક વંદનીય અને સન્માનનીય જ હોય છે. એકવીસમી સદીમાં દેશ અને સમાજનાં વિકાસની ગતિને આગળ વધારવામાં શિક્ષકની ભૂમિકા અત્યંત મહત્વની છે. શિક્ષકની શ્રેષ્ઠતા આદર્શ સમાજનાં નિર્માણ માટે અગત્યની ભૂમિકા ભજવે છે. શિક્ષકે શીખવાડેલી  બાબતો વ્યક્તિને હંમેશા યાદ રહે છે એમ કહેતા અધ્યક્ષશ્રી એ પોતાના શાળા જીવનને યાદ કરીને શિક્ષકોને વંદન કર્યા હતા. શિક્ષણ આપી શ્રેષ્ઠ નાગરિક ઘડતર કરો જેથી તેઓ સફળતાના શિખરે પહોંચે તેવી શુભકામનાઓ આ તકે શિક્ષકોને અધ્યક્ષશ્રીએ પાઠવી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરતાં શિક્ષકદિનનું મહત્વ સમજાવ્યું હતું. ભારત અને ભારતના ભાવિના યોગ્ય ઘડતરનું કાર્ય માત્ર શિક્ષક જ કરી શકે તેમ જણાવતાં શિક્ષકોને કર્તવ્યનિષ્ઠા જાળવી રાખવા અનુરોધ કર્યો હતો. શિક્ષક શિક્ષણ સાથે સામાજિક દાયિત્વ  નિભાવે છે.  શિક્ષકો પ્રત્યે દેશની વિશેષ અપેક્ષા હોય છે. બાળકોને શિક્ષિત, રાષ્ટ્રવાદી અને ચારિત્ર્યવાન બનાવવામાં શિક્ષકનો ફાળો મહત્વનો છે. કોરોનાગ્રસ્ત લોકો માટે શિક્ષકોએ આપેલા ફંડ તેમજ હરઘર તિરંગા માટે આપેલા યોગદાનને પણ આ તકે શ્રી કારાએ ઉલ્લેખ કર્યો હતો.

      પ્રાસંગિક ઉદ્બોધન કરતાં પૂર્વ રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે ,માતા પછી ગુરુ બાળકના જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. સરકારે વિવિધ માળખાકીય અને પાયાની સુવિધાઓ શિક્ષણમાં પૂરી પાડી છે.રાજ્ય સરકારે સરકારી અંગ્રેજી શાળાઓ નિર્માણ કરાવવાનું નક્કી કર્યું છે જે પૈકી સુરત ,અમદાવાદ અને અંજારમાં અંગ્રેજી શાળાઓમાં બાળકો ભણશે. આવનારી પેઢીનું વિશેષ ઘડતર કરવાનું શિક્ષકોના હાથમાં છે શિક્ષકો પાસે સમાજને વિશેષ અપેક્ષા છે. શ્રી વાસણભાઈ આહિરે વધુમાં જણાવ્યું હતું કે,શ્રેષ્ઠ શિક્ષકનું વ્યક્તિત્વ અસાધારણ હોય છે. તેમણે એવોર્ડ વિજેતા શિક્ષકોને અભિનંદન આપવાની સાથે સાથે શિક્ષણની ગુણવત્તા અને પ્રચાર પ્રસાર માટે રાજ્ય સરકાર દ્વારા કરાએલા પ્રયાસોની સરાહના કરી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. બી. એન. પ્રજાપતિએ  સ્વાગત પ્રવચનમાં કચેરી દ્વારા વર્ષ દરમ્યાન હાથ ધરાયેલ પ્રકલ્પોયોજાયેલ કાર્યક્રમો અને શૈક્ષણિક સિધ્ધિઓને પ્રસ્તુત કરતાં સહભાગી બનનાર સૌને બિરદાવી કચ્છ જિલ્લો શિક્ષણ ક્ષેત્રે વધુ અગ્રેસર બને તેવી નેમ વ્યક્ત કરી હતી. વૈશ્વિક મહામારી કોરોના કોવિડમાં ઓનલાઈન અને સ્વખર્ચે રજા ભોગવ્યા સિવાય કરેલી શિક્ષણની કામગીરી તેમજ  હર ઘર તિરંગા કાર્યક્રમની સફળતામાં શિક્ષકોની સહભાગિતાને બિરદાવી હતી.

       આ પ્રસંગે  જિલ્લાના ચાર અને તાલુકાના વીસ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષકોનું સન્માનપત્રશાલપુસ્તક અને ચેક આપી સન્માન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં બોર્ડની પરીક્ષામાં ૧૦૦% પરિણામ મેળવનાર શાળાઓના આચાર્યો અને જીલ્લાના વિવિધ પ્રતિભાશાળી બાળકોને પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ધોરણ ૧૦ અને ૧૨માં A૧ ગ્રેડ સાથે પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ અને રક્તદાતાઓનું પ્રમાણપત્ર તેમજ મોમેન્ટો આપીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષકદિવસને અનુલક્ષીને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીનાં સંયુક્ત ઉપક્રમે “રક્તદાન કેમ્પ” પણ યોજવામાં આવ્યો હતો. ૨૪૦ શિક્ષકોએ હોંશભેર રક્તદાન  કર્યું હતુ ઉલ્લેખનીય છે કેજિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડૉ. બી. એન. પ્રજાપતિએ  પણ ‘રક્તદાન’ કરીને ઉદાહરણ પૂરું પડ્યું હતું. કાર્યક્રમની આભારવિધી કેળવણી નિરીક્ષક શ્રી બી. એમ. વાઘેલાએ કરી હતી તેમજ સંચાલન આચાર્યશ્રી જી.જી.નાકરે કર્યું હતું.

           આ કાર્યક્રમમાં એ.પી.એમ.સી.ના ચેરમેનશ્રી કેશુભાઈ પટેલશિક્ષણ સમિતિનાં ચેરમેનશ્રી જયાબેન ચોપડાભુજ તાલુકા પંચાયતશ્રી મંજુલાબેન ભંડેરીભુજ નગરપતિશ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, કલેકટરશ્રી પ્રવિણા ડી. કે.નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.કે.રાઠોડમદદનીશ કલેકટરશ્રી અતિરોગ ચપલોતઅદાણી ફાઉન્ડેશનનાં કિશોરભાઈ ચાવડાજિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જે. પી.પ્રજાપતિ અને ડાયટ પ્રાચાર્યશ્રી સંજયભાઈ ઠાકરઈ.આઈ.શ્રીપરેશભાઈ માણેકભૂપેન્દ્રસિંહ વાઘેલાવિનોદભાઈ પરમારએન.એ. મન્સૂરીવર્ગ-૨ આચાર્ય કમલેશભાઈ મોતાએ.ઈ.આઈ. દિપીકાબેન પંડ્યાજયેશભાઈ સથવારામેનાબેન મોઢાકમલેશભાઈ સીજુબેલાબેન મહેતાબિપીનભાઈ નાગુ, જીલ્લાની તમામ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓશિક્ષક સમાજના વિવિધ સંગઠનના પ્રતિનિધિઓ શ્રી દિવ્યરાજસિંહ જાડેજામૂરજીભાઈ મીંઢાણીનયનભાઈ વાંજારામસંગજી જાડેજા અને કચેરીનો વહીવટી સ્ટાફ તેમજ શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.