કચ્છ કલેકટર પાસેથી મંજૂરી મેળવનાર તમામ કોવિડ હોસ્પિટલને મળશે રેમડેસિવીર

ભુજ : રાજ્યમાં કોરોનાના વધી રહેલા દર્દીઓને પગલે સરકાર દ્વારા ઐતિહાસિક કહી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિકસ, દવાખાનાઓ અને નર્સિંગ હોમને કોવિડના દર્દીઓની સારવાર કરવાની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. કોરોના દર્દીઓની સારવાર કરવા માટે કોઈ પણ જાતની મંજૂરી મેળવવાની રહેશે નહીં. જે તે કલેકટર કે મ્યુનીસિપલ કમિશ્નરને જાણ કરવાની રહેશે. આ બાબતે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલના ડોકટર કતીરાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માટેની સરકારે મંજૂરી આપી છફે ત્યારે રેમડેસિવીર ઈન્જેક્શનની કયાંય ઘટ પડવા દેવામાં આવશે નહીં. કલેકટર પાસેથી મંજુરી મેળવનાર હોસ્પિટલોને જરૂરીયાત મુજબનો જથ્થો પુરો પાડવામાં આવશે. અવ્યવસ્થા ન સર્જાય તે માટે હોસ્પિટલના જવાબદાર વ્યક્તિને ઈન્જેક્શન આપવામાં આવશે જેથી દર્દીઓના સંબંધીઓને ઈન્જેકશન લેવા માટે હાલાકીનો સામનો કરવો પડશે નહીં.