કચ્છ આરટીઓની આવક પર કોરોનાએ કાતર ફેરવી : ૪૭ કરોડનું ગાબડું

SSUCv3H4sIAAAAAAAACnxUu67UMBDtkfiHlWsi/Eoc0yEqCioEzRWF7Tgb63rjVeyA0NX+O87DWWcfdPHMmTNz5pG39+8OByCFNwp8OrxNr/g21o4+DCIY10cz+rDaB903eogWmCy6McENRtjcKEVQXS9OOhr70drJfJmdwAcRRq99lkyaow9OvZ47F1y0k0SDMBnaPL3vxhD0MKNzoGic1HfWZtDi5IOZy9isSvS7bBu5sOL0dxevz86bMAOnelEmQ4mgj1H3XsjaxZflfUiONW+ILvA166z/+MWac/F5CGDNuagc5YT8qVXsLEiOJfET1u/K6F7pRzTfjFfaWtFrN/or2/LxaxN/jPGT+o38biybqujbJXqcIVHfDuIpDYb8Grx8XLKOD9pqsSzOy8INXv/EZTjNE1hBYmyMyyby2ylhJwDJmM6DUaY/ZmEudPNWpzDlxj4MUzu2EoF17iyknSS0kVMneye8j/Am2fMliZN2pyxP78IsYGUFTdyi6YkIxiUqCaw5RFWNEQb5tXQm8szlpALHs3Wi0c1/B4bKGmIGI/d1FNtJLb6KsKvv5roShGbhu0NbAKSm9ZNRJ0CZMdyd34qp0tlll5h8Nc0S3B7lguGErSuz/StGeTJRz75HDzQSysqKP85OaM1zeXf6CeXlrrxb/WSaaPrHPBlSxeqy5vcr7yegafJfzE394AfiBMGawRJum5oEAMYor7hSRQlbXtAWqYITxQraqJK3EuOmJdeoXBogiEPGCbyy7pQBxCCraQnp5r8VBmJfK8YqUs1XvUoy0zgAg7iUNdEFRZUoKJaoEJrjomJSYqpaKhGLUZd/AAAA//8DAA0lfxGdBgAA

નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦માં ર૬૦.રર કરોડ રૂપિયા તિજોરીમાં થયા હતા જમા જેની સામે ર૦ર૦-ર૧ માં ર૧ર.૮૩ કરોડ રૂપિયાની જ થઈ શકી વસુલાત : ટ્રાન્સફર ફી, રજીસ્ટ્રેશન ફી, લાયસન્સ ફી સહિતની આવકોનો સમાવેશ

(બ્યુરો દ્વારા)ભુજ : વૈશ્વિક મહામારી કોરોનાના કારણે તમામ વેપાર – ધંધા પર તો અસર પડી છે તેની સાથોસાથ સરકારી તંત્રની તિજોરીઓ પર પણ મસમોટો ધુંબો પડયો હોય તેમ વિવિધ તંત્રની વાર્ષિક આવકોમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. કચ્છ આરટીઓની આવક પર પણ કોરોનાએ કાતર ફેરવતા ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ૪૭ કરોડ જેટલી મસમોટી રકમનું ગાબડું પડયું છે.આ અંગેની વિગતો મુજબ કચ્છ આરટીઓને લાયસન્સ ફી, રજીસ્ટ્રેશન ફી, નામ ટ્રાન્સફર ફી, પસંદગીના નંબરોની હરરાજી, દંડ વસુલાત, ડીએ ટેકસ સહિતની ફી રૂપે આવક થતી હોય છે. ગત વર્ષે કોરોનાએ મચાવેલા કહેરને પગલે લોકડાઉન સહિતની સ્થિતિનું નિર્માણ થયું હતું. ખુબ જ લાંબા સમય સુધી અન્ય કચેરીઓની સાથોસાથ આરટીઓ કચેરી બંધ રહી હતી. તો સરકાર તરફથી ટેકસ માફી સહિતની યોજનાઓ પણ જાહેર કરાઈ હતી. આ તમામ કારણોના કારણે આરટીઓ તંત્રની આવકમાં પણ મોટું ગાબડું પડયું છે. આંકડાકીય વિગતો પર દ્રષ્ટિપાત કરીએ તો નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦માં કચ્છ આરટીઓ તંત્રને ર૬૦.રર કરોડની આવક થઈ હતી. જેની સામે નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧માં ર૧ર.૮૩ કરોડની આવક થતા ગત વર્ષની તુલનાએ આવકમાં ૪૭.૩૮ કરોડનો ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧માં સૌથી ઓછી આવક એપ્રીલ ર૦ર૦માં ૧.રપ કરોડની આવક થઈ હતી, જ્યારે સૌથી વધુ માર્ચ ર૦ર૧માં ૩૪.૭૩ કરોડની આવક થઈ હતી.