કચ્છી લેવા પટેલ યુવક સંઘ દ્વારા સમાજના દિવ્યાંગો માટે સરકારી પ્રમાણપત્ર કેમ્પ યોજાયો

0
19

પપ માંથી ૧૨ને માનસિક રોગ હોસ્પિટલમાં લઈ જઈ ચકાસણી કરાવાઈ

ભુજ : નવા જાેમ-જૂસ્સા સાથે સમાજ સેવાના સંકલ્પ સાથે વરાયેલી કચ્છી લેવા પટેલ યુવક સંઘ ભુજની નવી ટીમે પ્રથમ કાર્ય તરીકે સમાજના પપ જેટલા દિવ્યાંગોને સરકારી પ્રમાણપત્ર કઢાવી દઈ આશીર્વાદ લીધા હતા. ભુજ ખાતેના કેમ્પમાં જી.કે. જનરલ હોસ્પિટલના કર્મીઓએ સહયોગ આપ્યો હતો.
સરદાર પટેલ વિદ્યા સંકુલમાં યોજાયેલા કેમ્પમાં પપ દિવ્યાંગો સામેલ થયા હતા. અહીં દરેકની સરકારી રાહે તપાસ થઈ હતી, જેમાં કચ્છ જિલ્લા મુખ્ય તબીબી અધિકારીની સૂચના – સહકારથી ઓર્થા ડો. શ્લોક, આંખ-કાન-ગળુ ડો. સરવીલ, ડો.મીત, કર્ણ ધ્વનિ નિષ્ણાંત હર્ષદસિંહ અને રાહુલભાઈએ હાજરી આપી હતી. સમગ્ર કેમ્પનું સંકલન યુવા ટ્રસ્ટી નિમેશ વરસાણી, મંત્રી ડો. દિનેશ પાંચાણી, ડો. રમેશભાઈ વરસાણી સહિતના સર્વ કારોબારી ટ્રસ્ટીઓએ યુવક સંઘના પ્રથમ મહિલા પ્રમુખ નીમુબેન કીર્તિકુમાર મેપાણીના નેતૃત્વમાં સંભાળ્યું હતું.
પ્રારંભ કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ અને દાતા વેલજીભાઈ રામજી પીંડોરીયાએ દીપ પ્રાગટ્યથી કરાવ્યા બાદ દિવ્યાંગતા તેમજ સરકારી યોજના સબંધી માહિતી સમાજ સુરક્ષા અધિકારી શ્રી ચૌહાણે આપી હતી. ૪૩ની તપાસ સમાજ હોલ ખાતે જ્યારે ૧૨ માનસિક દિવ્યાંગોને મનોરોગ હોસ્પિટલમાં લઈ જઈ ત્યાં તપાસ કરાવી પ્રમાણપત્રો કરાવી અપાયા હતા. સમગ્ર આયોજન કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ માવજી ગોરસીયાની સૂચનાની ત્રણેય પાંખો દ્વારા સમાજહીતમાં કરાયો હતો.