કચ્છી રાજયમંત્રીની સમયસુચકતા સરાહનીય : શિણાય ડેમ ખાલી નહીં કરાય : વિકલ્પ પર થશે કામ

image description

ગુજરાત સરકાર દ્વારા નર્મદાજળ કચ્છને પહોચાડવાની દીશામા કચ્છ બ્રાન્ચ કેનાલના કામોમા માટીની જરૂરીયાત હોતા શિણાય ડેમમાંથી ઉપાડવાના નિર્ણયની સામે ખેડુતોની લાગણીને ધ્યાને લઈ અને હાલતુરંત ડેમનુ પાણી
ખાલી નહી કરાય, માથક અને દેવળીયા વિસ્તારના તળાળોમાથી માટી ઉપાડવાની સબંધિત અધિકારીઓને સુચના આપી છે : વાસણભાઈ આહીર

ગાંધીધામ : ગુજરાતની સંવેદનશીલ વિજયભાઈ રૂપાણી સરકાર કચ્છને નર્મદાજળ અપાવવા યુદ્ધના ધોરણે કામ કરી રહી છે અને તેનો દાખલો તાજેતરમાં બજેટ બાદ કચ્છના સ્થાનિક રાજકીય આગેવાનો સાથે બેઠક કરી અને કચ્છમાં બ્રાન્ચ કેનાલના કરવા પાત્ર કામોને ધમધમાવવાના પરામર્શ કર્યા હતા અને તે બાદ ત્વરિત જ કચ્છ બ્રાન્ચ કેનાલના નિર્માણમા માટીની જરૂરીયાત હોતા શિણાય ડેમને ખાલી કરી અને તેની માટી ઉપાડવાનુ કામ શરૂ થવા પામતા સ્થાનિકેથી ખેડુતો તથા ભોગગ્રસ્તો દ્વારા આ બાબતે સુચનો સાથે વિરોધ કરવામા આવ્યો હતો અને તંત્ર દ્વારા આગેવાનો દ્રારા પણ આ બાબતે મધ્યસ્થી કરવામ આવી હતી. બે દીવસ સુધી સતત અહી તંત્ર અને સબંધિત ભોગગ્રસ્તો વચ્ચે આંશીક મતમતાંતરની સ્થીતી સર્જાઈ હતી દરમ્યાન જ કચ્છી રાજયમંત્રી વાસણભાઈ આહિર દ્વારા સરકાર તબક્કે આ વિષયે સમયસુચતાભરી મધ્યસ્થી કરી છે જે સરાહનીય જ કહી શકાય તેમ છે. શિણાય ડેમને ખાલી કરવામા ન આવે નહી તો તેનાથી થનારી વિપરીત અસરોની સાચી માહીતી વાસણભાઈ આહીર દ્વારા સરકાર તબક્કે પહોચાડી અને શિણાયના બદલે વૈક્લીપક વ્યવસ્થાઓ ઉભી કરવાની દીશામા સરકાર તબક્કે ન માત્ર પરામર્શ કરાવ્યા બલ્કે આ માટે સ્થાનિકે કયા ક્ષેત્રોમાથી માટી મળી શકે તેમ છે તેની પણ સચોટ માહીતી સરકાર સુધી પહોંચાડી અને ગત રોજ જ આ બાબતે સબંધિત અધિકારીઓને જરૂરી સુચનો આપી દીધા હોવાનુ માલુમ પડયુ છે. આ અંગે કચ્છી રાજયમંત્રી વાસણભાઈ આહિરને સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, હાલતુરંત શિણાય ડેમ ખાલી કરવામાં નહી આવે. સ્થાનિકના લોકોની લાગણી માંગણીને ધ્યાને રાખી અને આગામી એકાદ-દોઢમાસ સુધી શિણાય ડેમને ખાલી કરીને તેમાથી માટી ઉપાડવાની વાત સ્થગિત કરવામાઆવી ગઈ છે. અને ખેડુતો તથા સ્થાનિકના લોકોની માંગને સરકાર તબક્કે દાદ આપવામા આવી છે. તો વળી બીજીતરફ કચ્છ બ્રાન્ચ કેનાલનુ કામ પણ અટકે નહી અને જરૂરી માટી શિણાય નહી પણ માથક અને દેવળીયા તળાવમાથી ઉપાડવા બાબતે નર્મદા નિગમના અધિકારી શ્રી રાવને સુચના આપી દેવામા આવી છે. વેળાસર જ આ માટેના સર્વે સહિતની કામગીરી શરૂ કરવામા આવશે અને તે બાદ અહીથી માટી ઉપાડી કેનાલના કામને ગતિ આપવામા આવશે. શ્રી આહીરે જણાવ્યુ હતુ કે, હાલતુરંત હવે શિણાયમાંથી માટી ઉપાડવાની કાર્યવાહી હાથ ધરવામા નહી આવે એટલે સૌ કોઈની માંગને સમતોલ રીતે ન્યાય અપાઈ ગયો હોવાનુ જણાવ્યુ હતુ.

કચ્છીમંત્રીએ કરી ચિંતા પરંતુ ગાંધીધામના ધારાસભ્યએ ન દાખવી દરકાર….!

શિણાય ડેમના જટિલ પ્રશ્નને ઉકેલવા સ્થાનિક ધારાસભ્યની બને પ્રાથમીક જવાબદારી, તેઓ તો આ પ્રશ્નમા કયાંય પરોક્ષ કે સીધી રીતે ડોકાયાં જ નહીં : મતવિસ્તારના પ્રશ્નો માટે સમય નથી કે, પછી આવા મહત્વપૂર્ણ પ્રશ્નના ઉકેલ માટે ગતાગમનો જ છે અભાવ..: જાણકારોમાં ઉઠતા તરેહ તરેહના સવાલો

ગાંધીધામ : શિણાય ડેમમાથી પાણી કાઢી અને માટી ઉપાડવાના અણઘણ નિર્ણયથી બે દીવસથી અહી વાતાવરણ તંગ બની જવા પામ્યુ હતુ અને સ્થાનિક લોકોએ વ્યાજબી કારણો થકી જ અહીથી માટી ઉપાડવાનો ઈન્કાર જ કરી દીધો હતો ત્યારે તંત્ર અને ભોગગ્રસ્તો આમને સામને આવી ગયા હતા આવામાં હવે કચ્છી રાજયમંત્રી વાસણભાઈ આહિર દ્વારા આ પ્રશ્ન બાબતે સ્થળ પરથી લઈ અને સચિવાલય તબક્કા સુધી ઝડપભેર સાચી રજુઆત કરી અને સેતુરૂપ ભૂમિકા ભજવી દીધી છે જેની સરાહના થવા પામી રહી છે તો બીજીતરફ આ અંગે ગાધીધામના ધારાસભ્યની સામે સવાલો પણ ઉભા થવા પામી રહ્યા છે. અંજારના ધારાસભ્ય અને કચ્છી રાજયમંત્રી આ બાબતે ચિંતા સેવી રહ્યા છે પણ જેઓનો વિસ્તાર છે તેવા ગાંધીધામના ધારાસભ્ય કેમ આ વિષયમા કયાંય ડોકાયા જ નહી? શુ તેઓને મતવિસ્તારના જટીલ પ્રશ્નોના ઉકેલ માટેની ફુરસદ નથી કે પછી આવા પ્રશ્નો કેમ ઉકેલાય તેની કોઈ ગતાગમ જ નથી? આવા અણીયાણા સવાલો હવે ગાંધીધામના ધારાસભ્ય સમક્ષ થવા પામી રહ્યા છે.