કચ્છી આશ્રમ હરિદ્વારની કોરોનામાં સંવેદનાસભર સેવાઃ પીએમ અને સીએમ કેર ફંડમાં ૧૬ લાખ અપાયા

image description

  • પ.પૂ. સંતશ્રી હરિદાસજી મહારાજની પ્રેરણાથી માનવતાની મહેક
    કચ્છ તથા ગુજરાતમાં પૂ. હરિદાસજી મહારાજના આશીર્વાદ સાથે અનેકવિધ સ્થળો પર કોવિડ કેર સેન્ટરો ધમધમી ઉઠયા છે, કેટલાય દરિદ્રનારાયણોને માટે આ સેવાઓ બની રહી છે સંજીવનીરૂપ

ભુજ :કોરોનાના કપરાકાળમાં સરકારની વહારે અલગ અલગ સંસ્થાઓ ખડેપગે ઉભી રહી છીે ત્યારે પુ. સંતશ્રી હરીદાસજી મહારાજના આર્શીવાદ સાથે કોરોનાના ગંભીર સમયમાં પ્રજાજનોની વધુને વધુ સારી સેવા થાય તે માટે એક પછી એક સંવેદનાસભર નિર્ણયોથી માનવતાની અનેરી મહેક ઉઠી રહી હોવાનો પ્રેરક વર્તારો જોવાઈ
રહ્યો છે. દરમ્યાન જ જાણવા મળતી વધુ વીગતો અનુસાર કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલા ભારત સરકાર અને ગુજરાત સરકારને મદદરૂપ થવા માટે પૂ. હરિદાસજી મહારાજની પ્રેરણાથી કચ્છી આશ્રમ ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં ૧૧ લાખ અને ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂા.પ લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. આ પૂર્વે પણ સંસ્થા દ્વારા પીએમ કેર ફંડમાં ૧૧ લાખ અને સીએમ રાહત ફંડમાં રૂા.પ લાખની સેવા અપાઈ હતી. નોંધનીય છે કે, પૂ. હરિદાસજી મહારાજની પ્રેરણાથી કચ્છ તથા ગુજરાતમાં અનેક સ્થળોએ કોરોનાની સારવાર માટેના સેન્ટરો કામ કરી રહ્યા છે. વલસાડમાં ૧ર૦ બેડની કોવિડ હોસ્પિટલ પણ ઉભી કરાઈ છે, જેનું સંચાલન વાલરામ ઓધવરામ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરાઈ રહ્યું છેે.