કચ્છમાં 8 કેસોના વધારા સાથે આજે 97 પોઝિટીવ કેસ નોંધાયા

ભુજ : કચ્છમાં કોરોનાના કેસોમાં ઉતારચડાવ સાથે હવે 100ની આસપાસ પોઝિટીવ કેસો સ્થિર થયા છે. ગઈકાલે કચ્છમાં 89 દર્દી સંક્રમિત બન્યા બાદ આજે 8 કેસોના વધારા સાથે 97 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના પોઝિટીવ કેસના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો છે. પરંતુ ગઈકાલની તુલનાએ ગુજરાતમાં આજે કોરોનાના કેસો આંશિક વધીને 3,250 નોંધાયા હતા. તેમજ 9 હજાર 676 દર્દીઓ સાજા થયા છે. કચ્છમાં આજે 97 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત બન્યા છે. જ્યારે 160 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ હોવાનું રાજ્ય સરકારની યાદી જણાવાયુ હતુ. રાજ્ય સહિત કચ્છમાં કોરોનાના કેસોના ઉતારચડાવ વચ્ચે બીજી લહેર તેના અંતિમ તબક્કામાં હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે.