કચ્છમાં 10 કેસના વધારા સાથે આજે 185 પોઝિટીવ : 3 દર્દીના મોત

ભુજ : રાજ્યમાં બેકાબૂ બનેલી કોરોના મહામારી પર આંશિક અંકુશ આવ્યો છે. પરંતુ કચ્છમાં પોઝિટીવ કેસોમાં નાટકિય ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ગઈકાલે કચ્છમાં 175 કેસો નોંધાયા બાદ આજે ફરી પાછો પોઝિટીવ આંક વધીને 185 થયો હતો. જ્યારે કોરોનાને કારણે 3 દર્દીઓના મોત થયા હતા. જો કે રાજ્યમાં પોઝિટીવ કેસનો આંક ગઈકાલની તુલનાએ ઘટ્યો હતો. આજે ગુજરાતમાં કોરોનાના 10,742 કેસ નોંધાયા હતા. તો આ મહામારીમાંથી 15 હજાર 269 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જ્યારે કોરોનાના કારણે ગુજરાતમાં કુલ 109 દર્દીઓનું મોત નીપજ્યુ હતુ. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંક 1 લાખ 22 હજાર 847 પર આવ્યો છે. કોરોના મહામારીના સંકજામાં સપડાયેલા કચ્છમાં દિનપ્રતિદિન પોઝિટીવ કેસો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. જેમા બુધવારે કોરોનાના 175 કેસ નોંધાયા બાદ આજે ફરી 10 કેસની વૃદ્ધિ સાથે 185 નવા પોઝિટીવ કેસો નોંધાયા હતા. તો રાજ્યની યાદી મુજબ 3 મોત થયાનું જાણવા મળ્યુ છે.