કચ્છમાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ૧૧૯૮ કામો પૈકી ૮ લાખ માનવ દિન રોજગારી મળશે : લોકભાગીદારીથી ૭૮૨ કામો થશે

કલેકટરશ્રીની અધ્યક્ષતા હેઠળ જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ

આજરોજ કલેકટર કચેરી ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૧ની અમલીકરણ સમિતિની બેઠકમાં કુલ ૧૧૯૮ કામોને મંજુરી અપાઇ. જેમાં લોકભાગીદારીથી ૭૮૨ કામો થશે. આ કુલ કામો પૈકી ૮ લાખ માનવ દિન રોજગારી પ્રાપ્ત થશે.

        કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને કોવીડ-૧૯ની ગાઇડલાઇન ચુસ્તપણે પાલન કરાવી જિલ્લાના દસ તાલુકાઓનાં જળસંગ્રહના કામો જેવાં કે હયાત તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમોનું ડિસીલ્ટીંગ, હયાત જળાશયો, નદીઓનું ડીસીલ્ટીંગ, હયાત નુકશાન પામેલ ચેકડેમોના રીપેરીંગ તથા તળાવોના વેસ્ટ વીયરના રીપેરીંગના કામો કરવામાં આવશે તે અંગે આયોજન કરવામાં આવ્યું હતું.

        જળસંચયની કામગીરી અંતર્ગત જિલ્લામાં શહેરી વિકાસ અને નગરપાલિકા, વન અને પર્યાવરણ નર્મદા નિગમના, પાણી પુરવઠા બોર્ડના અને ગ્રામ વિકાસ એજન્સીના તેમજ વોટર શેડ દ્વારા કુલ ૧૧૯૮ કામો હાલના તબક્કે આ બેઠકમાં અમલી કરવા નિર્ણય કરાયો છે. આ ઉપરાંત આ અભિયાનમાં લોકહિતમાં કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉધોગો, ગૃહો, એપીએમસી, ધાર્મિક સંસ્થાઓ તથા સરકારશ્રી દ્વારા જાહેર સાહસોના સહકાર તેમજ લોકભાગીદારીથી જળસંચયના કામોનું આયોજન કરાશે.

        જિલ્લામાં આયોજનબધ્ધ અને વધુ જળસંચયના કામો થાય તેમજ સબંધિત વિભાગો અને અધિકારશ્રીઓ સુપેરે આ અભિયાનને સફળ બનાવે તે માટે કલેકટરશ્રીએ સબંધિતોને અનુરોધ કર્યો હતો. તેમજ ગત વર્ષના કામોની વિગતો અને ભવિષ્યના પ્લાનને નોંધનીય રીતે ઝડપથી કોવીડ-૧૯ની ગાઇડલાઇન અનુરૂપ પુરુ કરવા તાકિદ કરી હતી.

કલેકટરશ્રીએ આ તકે જિલ્લા પ્રાંત અધિકારી સર્વશ્રી મનીષ ગુરવાની ભુજ, ભચાઉ-રાપરશ્રી નિધિ સિવાચ, અંજાર ગાંધીધામ શ્રી વી.કે.જોશી, નખત્રાણા-લખપતના શ્રી મેહુલ બરાસરા, મુન્દ્રા-માંડવીના શ્રી કે.જી.ચૌધરી, અબડાસાશ્રી પ્રવિણસિંહ જૈતાવત, પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ અધ્યક્ષશ્રી એ.જી.વનરા, નાયબ વન સંરક્ષકશ્રી હર્ષ ઠકકર, ટી.બી.પટેલ, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એમ.કે.જોશી, ભુજ નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી નિતિન બોડાત, જળસ્ત્રાવ વિકાસ એકમના પ્રોજેકટ ડાયરેકટરશ્રી એમ.કે.જોશી, સિંચાઇ વિભાગ ઈજનેરશ્રી સી.એસ.ગઢવી તેમજ જળસંપતિ વિભાગના નોડલ અધિકારીશ્રી પી.પી.વાળા સાથે સુજલામ સુફલામ જળઅભિયાન ૨૧ હેઠળની કામગીરીની વિગતે છણાવટ કરી હતી.

        આ તકે મીટીંગમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નાયબ વન વિસ્તરણ અધિકારીશ્રી એસ.એસ.મુજાવર, જિલ્લા ઉધોગ જનરલ મેનેજરશ્રી કે.પી.ડેર, સરદાર સરોવર નિગમ અધિકારીશ્રી સી.એસ. ગઢવી અને જી.એમ.ભગત, માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી જે.એમ.સોલંકી, આરટીઓ કચ્છ સી.ડી.પટેલ, નાયબ માહિતી નિયામકશ્રી મિતેષ મોડાસીયા, જિલ્લા રજીસ્ટ્રારશ્રી એમ.આર.વાળા તેમજ કચ્છ સિંચાઇ વર્તુળ અને જળસંપતિ સંશોધન વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહયા હતા.