કચ્છમાં સુજલામ-સુફલામ જળ અભિયાન હેઠળ ૧૩૬૪ કામો થયા ૬૧૯ કામો પ્રગતિમાં

સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ કચ્છ જિલ્લામાં કુલ ૧૩૬૪ કામો થયા છે જયારે ૬૧૯ કામો પ્રગતિમાં છે. રાજય સરકારના જળસંચય માટેના વાવ, તળાવ ખોદવા, કુવા, નહેરોની સાફ સફાઇ, માટી ખોદાવવી જળ માટેના મરંમતના કામો થકી માનવ રોજગારી ઉભી કરવાના સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૧ હેઠળ કચ્છ જિલ્લામાં કામગીરી ચાલી રહી છે. જે પૈકી જળસંપતિ વિભાગ દ્વારા ૯૫૧ કામો પૂર્ણ થયા છે જયારે ૩૯૫ કામો પ્રગતિમાં છે. ગટર વ્યવસ્થા અને પાણી પુરવઠા બોર્ડના ૪૨ કામો થયા છે અને ૪ થઇ રહયા છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૨૪૨ કામો પૂર્ણ થયા છે અને ૧૪૪ કામો પ્રગતિમાં છે. વન વિભાગ દ્વારા ૧૯ કામો પૂર્ણ કરેલ છે અને ૧૯ કામો પ્રગતિમાં છે. જિલ્લાની નગરપાલિકાએ ૩૮ કામો પૂર્ણ કર્યા છે. જયારે ૧૭ કામો થઇ રહયા છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ૩૩ કામો પૂર્ણ થયાં છે અને ૧ કામ પ્રગતિમાં છે. વોટરશેડના ૩૯ કામો પૂર્ણ છે અને ૩૯ કામો પ્રગતિમાં છે. કુલે કચ્છમાં ૧૩૬૪ કામો થયા છે અને ૬૧૯ કામો થઇ રહયાં છે એમ અભિયાનના ભુજ તાલુકા લાયઝન ઓફિસરશ્રી ભાર્ગવભાઇ રાજગોર દ્વારા જણાવાયું છે.