કચ્છમાં વધુ ૯૨ લોકોને કોરોના પોઝિટીવ : રાજ્યમાં કુલ ૯૫૪૧ પોઝિટીવ કેસ નોંધાયા

કચ્છમાં કોરોનાના કેસો હવે શતક તરફ આગળ વધી રહ્યા છે,ગઈકાલે 89 દર્દી સંક્રમિત બન્યા બાદ આજે કચ્છમાં વધુ 92 દર્દીઓને આ મહામારીનો ચેપ લાગ્યો છે કચ્છમાં બીમારીનો વ્યાપ સતત વધી રહ્યો છે શહેરોની સાથે ગામડાઓમાં પણ સતત સંક્રમણ વધી રહ્યું છે જે ખરેખર ચિંતાજનક છે આજે રાજ્યમાં કુલ 9541 કેસ નોંધાયા છે જ્યારે 3787 દર્દી સાજા થયા છે કચ્છમાં આજે સૌથી વધુ રેકર્ડ બ્રેક 92 કેસ આવ્યા છે તો આજે ગઇકાલની જેમ 26 દર્દીઓ સાજા પણ થયા છે કચ્છમાં આ સાથે કુલ કેસનો આંક 5855 થયો છે તો અત્યારસુધી 5068 દર્દી સાજા થયા છે