કચ્છમાં ‘ફી’ નહીં ભરનારા વિદ્યાર્થીઓને ઓનલાઇનમાં આઉટ કરાયા

નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા છતાં શિક્ષણને બદલે ફી મામલે જ મુખ્ય ‘રામાયણ’ : ધો.૧૦ની માર્કશીટના મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે ત્યાં અનેક સ્કુલોમાં ધો.૧૧ના કલાસ શરૂ કરી દેવાયા : અમુક સ્કુલ દ્વારા ઓનલાઇન
શિક્ષણમાં એક સપ્તાહનું વધારાનું વેકેશન રાખી દીધુ :અમુક ખાનગી શાળાઓએ ફી મુદ્દે વાલીઓના
મોબાઈલ રણકાવ્યા : છાને છપને ટ્યૂશનનો પણ ધમધમી ઉઠ્યા તેમાં પણ ફીના મુદ્દે વાલીઓમાં કચવાટ હતી

ભુજ : કોરોના કારણે લોકોને સૌથી વધુ નુકશાન થયું છે તો સોમવારથી સરકાર દ્વારા ઓનલાઈન શૈક્ષણિક સત્ર શરૂ કર્યું છે. જેના કારણે શાળાઓએ વાલીઓને ફી ભરી જવા ફરમાન કર્યો છે. અમુક શાળાઓને વિધાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાં રિમુવ કરી દેતા વાલીઓમાં ચિંતા પ્રસરી છે. કચ્છ સહિત રાજયભરની પ્રાથમિક માધ્યમિક શાળાઓ તેમજ યુનિ. કોલેજોમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ સોમવારથી નવું શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરાયો છે. જેમાંં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું શાળા સંચાલકો દ્વારા શરૂ કરી દેવામાં આવેલ છે. પરંતુ ફી મામલે મુખ્ય રામાયણ સર્જાતા અનેક શાળાઓ દ્વારા ફી નહી ભરનાર વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવામાં આવ્યો ન હતો, જેના કારણે વાલીઓમાં ચિંતા પ્રસરી હતી.છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના કારણે ધંધા-રોજગાર સાથે શિક્ષણને પણ નુકશાન વેઠવું પડયું છે. નવા સત્ર શરૂ થતાની સાથે જ વાલીઓ અને શૈક્ષણીક સંસ્થાઓ વચ્ચે ફીના મુદ્દે ફરી ચકમક ઝરી છે. સત્રનો આરંભ થતાની સાથે જ અનેક સમસ્યાઓની ભરમાર શરૂ ગઈ છે. ગયા વર્ષે કોરોના કાળના પગલે વિદ્યાર્થીઓની ફીમાં ૨૫ ટકાની રાહત આપવામાં આવી હતી. પરંતુ આ વખતે વિદ્યાર્થીઓ પાસેથી કેટલી ફી વસુલવી ? તેનો ફોડ પણ રાજય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા પાડવામાં આવેલ નથી. ગત વર્ષે ૨૫ ટકા વિદ્યાર્થીઓએ શાળાઓની ફી નહીં ભરતા આ મામલે શાળા સંચાલક મંડળ દ્વારા રાજય સરકારમાં રજુઆત કરી માર્ગદર્શન માંગવામાં આવ્યો હતો.
સોમવારથી શરૂ થયેલા નવા સત્રનો પ્રારંભ થવા છતાં ફીની રામાયણ હજુ યથાવત રહેવા પામી હોય અનેક વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શાળાઓમાં ફી નહીં ભરાતા શાળા સંચાલકોની મુશ્કેલીઓ વધી છે, તો કોરોના કારણે વાલીઓના દોઢ વર્ષથી ધંધા – રોજગારને મોટી અસર થઈ હોઈ અમુક શાળાઓ પણ બાળકોને ફી માફ કરી દીધી છે તો ક્યાં આગલા વર્ષે ભરી દેવા સુધી વ્યવસ્થા કરી દીધી છે. બીજી તરફ આ વખતે કોરોના વાયરસની મહામારી કહેર વચ્ચે ધો. ૧ થી ૧ર સુધીના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવેલ છે. જેમાં ધો.૧૦ના વિદ્યાર્થીઓના ગુણ એકમ કસોટી અને શાળા કક્ષાના ઇન્ટરનલ ગુણના આધારે મુકી માર્કશીટ તૈયાર કરવામાં આવનાર છે. પરંતુ વિદ્યાર્થીઓને આ માર્કશીટ કયારે મળશે તેના હજુ કોઇ ઠેકાણા નથી, અને માર્કશિટ ઉપર શું લગવું તે મુદ્દે હજુ નક્કી નથી થયો તે મુદ્દેના લીધે પણ વિધાર્થીઓ અને વાલીઓમાં ચિંતા કરી રહ્યા છે. આ સંજોગોમાં વિદ્યાર્થીઓના ગુણપત્રકો ન આવ્યા હોય ત્યાં સુધી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપી શકાય નહીં. પરંતુ કચ્છ સહિત રાજયભરમાં ૫૦ ટકા જેટલી શાળાઓ દ્વારા ધો.૧૧ના વિદ્યાર્થીઓના અનઅધિકૃત રીતે શૈક્ષિણક વર્ગો શરૂ કરી દેવાયાની પણ ફરીયાદો ઉઠવા પામી છે. તેમજ કેટલીક શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ શરૂ કરવાના બદલે એક સપ્તાહનું વેકેશન લંબાવી દીધુ હોવાનું પણ જાણવા મળ્યું છે. અહીં એ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોના વાયરસની મહામારીના પગલે રાજયભરની સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર પ્રાથમિક માધ્યમિક શાળાઓ દ્વારા મોટા ભાગે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવેલ હતું. માત્ર જુજ દિવસો જ ઓફલાઇન શિક્ષણ વર્ગો શરૂ રહેવા પામેલ હતા. ઓનલાઇન શિક્ષણના પગલે ફી ભરવામાં મોટા ભાગના વાલીઓએ નારાજગી વ્યકત કરી હતી. જોકે રાજય સરકાર દ્વારા ગત વર્ષે વિદ્યાર્થીની ફીમાં ૨૫ ટકાની રાહત આપવામાં આવી હતી. તેમ છતાં ૨૫ ટકા વાલીઓએ ફી ભરવામાં હાથ ઉંચા કરી દીધા હતા. આ વખતે પણ નવા સત્રની આરંભ થતાની સાથે ફીનો પ્રશ્ન હજુ અધ્ધરતાલ લટકતો રહ્યો છે. જેમાં ગત વર્ષે ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું શાળા સંચાલકો માંડી વાળતા આ પ્રશ્ન પેચીદો બન્યો છે. સોમવારથી શરૂ થયેલા નવા સત્રની ફી વસુલવા માટે શાળા સંચાલકો દ્વારા અત્યારથી જ મથામણ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ કેટલીક શાળાઓએ ગેરકાયદેસર રીતે વિદ્યાર્થીઓના પરિણામ આવ્યા વગર જ ધો.૧૧ ભણાવવાનું શરૂ કરી દેતા આ અંગે પણ રાજય સરકાર સુધી ફરીયાદો પહોંચવા પામી છે. નવા સત્રનો આરંભ થવા છતાં ઓનલાઇન શિક્ષણ પ્રથમ દિવસે નિરસ રહેવા પામેલ હોવાનું જાણવા મળ્યું છે.