કચ્છમાં પક્ષીના મોત અને ઈંડાના નાશ મામલે મેનકા ગાંધી મેદાને

હજારોની સંખ્યામાં વન વિભાગને માત્ર 12 પક્ષીઓ મૃત દેખાડતા નારાજગી વ્યક્ત કરી મુખ્યમંત્રીને પાઠવ્યો પત્ર

ભુજ : સરહદી કચ્છ જિલ્લામાં ગુલાબી ઘોમડો નામના અલભ્ય પક્ષીના પાંચ હજારથી વધુ ઈંડા અને હજારો બચ્ચાઓનો નાશ કરાયાના ચોકાવનાર આક્ષેપ બાદ વનતંત્ર હરકતમાં આવ્યુ હતુ. જો કે તંત્રએ માત્ર 12 જ પક્ષીના મોત અને 3 ઈંડાનો નાસ થયાનું જણાવ્યા બાદ આ અંગે હાઈકોર્ટમાં પિટીશન કર્યાની ચિમકી ઉચ્ચારાઈ છે. દરમિયાન સમગ્ર હકીકીત રાષ્ટ્રીય નેતા મેનકા સંજય ગાધીના ધ્યાને આવતા તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને ફોરેસ્ટ વિભાગના સી.ડબ્લ્યુ.એલ.ડબ્લ્યુ વિભાગને પત્ર પાઠવીને નારાજગી વ્યક્ત કરી છે. આ બનાવ અંગે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરાય તેવી તેમણે માંગ કરી છે. તેમજ ડીસીએફ દ્વારા સમગ્ર મામલાને દબાવીને કરાતી લીપાપોતી બંધ કરવામાં આવે અને સતત્યતા પૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરાય તેવુ તેમણે કહ્યુ હતુ.