કચ્છમાં જીવન જરૂરી ચીજવસ્તુ સિવાયની દુકાનો બંધ, પણ દારૂની દુકાનો ખુલ્લી

ભુજ અને ગાંધીધામ દારૂની પરમીટવાળી દુકાનો ચાલુ રહેતા અન્ય વેપારીઓમાં કચવાટ ફેલાયો છે..

ભુજ : સરકારે રાજ્યમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ કરાવી છે, પરંતુ દારૂની દુકાનો ચાલુ રહેતા સરકાર દારૂને જીવન જરૂરી ચીજવસ્તુઓમાં ગણતું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. મંગળવારથી ગુજરાતમાં અઘોષિત લોકડાઉન શરૂ થયું છે. રાજ્ય સરકારે પ મે સુધી મોટા શહેરોમાં રાત્રી કફર્યુ કચ્છના બે મોટા શહેર ભુજ અને ગાંધીધામનો સમાવેશ કર્યો હતો. જ્યારે બીજો હુકમ કચ્છ કલેકટર ભુજ અને ગાંધીધામ શહેરના વેપારી ધંધા જે જીવન જરૂરી ચીજવસ્તુ સિવાય બંધ રાખવાનો હુકમ કર્યો હતો. કચ્છ કલેકટરના હુકમનો ભુજ શહેરના અનમ રીંગ રોડ સહિત કેટલાક વિસ્તારોના વેપારીઓએ વિરોધ નોધાવ્યો હતો. આ પરિસ્થિત વચ્ચે ભુજ અને ગાંધીધામ દારૂની પરમીટ ધારક દુકાનો ચાલુ રાખતા વેપારીઓમાં કચવાટ ઉભો થયો છે. ગાંધીના ગુજરાતમાં દારૂની પ્રાબધી છે પરંતુ રોજ – રોજ પકડાતો દારૂ અન્ય રાજ્યની સરખામણીએ સરબળ જ થતો હોય તો નવાઈ પામવા જેવું નહિ હોય.સરકારે તમામ આવશ્યક સેવા ઉપરાંતના ધંધા- રોજગાર પર કડક પાબંદી લગાડી દીધી છે, પણ ભુજ અને ગાંધીધામની વાઈન શોપ પર કોઈ અંકુશ લગાડ્યા નથી. પશ્ચિમ અને પુર્વ પોલીસને ચાની દુકાન, પાનના ગલ્લા અને હેરસલુનો બંધ કરાવવા નીકળ્યા હતા, પણ તેમને શહેરની આ વાઈન શોપ બંધ કરાવવાનું સુઝયું નહોતું. જયાં દારૂની છૂટ છે એવા ગોવામાં પણ દારૂના વેચાણ પર ત્યાંની સરકારે ત્રણ મે સુધી પાબંદી ફરમાવી છે. જયારે ગુજરાતમાં કહેવાતી દારૂ બંધ છે, ત્યાં વાઈનશોપ દારૂનું વેચાણ કરી રહી છે.