કચ્છમાં કોરોના ૧૭૩ પોઝિટીવ કેસ, સામે ૧૭૫ દર્દીઓ થયા સ્વસ્થ

બેકાબૂ કોરોના મહામારી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી કચ્છમાં પોઝિટીવ કેસોમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. પ્રતિદિન 200ની પાર પહોચેલા પોઝિટીવ કેસના આંક કેસના આંકમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે. મંગળવારે 162 પોઝિટીવ કેસ નોંધાયા બાદ કચ્છમાં આજે પુનઃ સંક્રમિતોની સંખ્યા વધીને 173 પર પહોચી છે. તો રાજ્યમાં પોઝિટીવ કેસનો આંક આંશિક ઘટ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 12 હજાર 995 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના કારણે ગુજરાતમાં કુલ 133 દર્દીઓનું મોત નીપજ્યુ હતુ. કોરોના મહામારીના સંકાજામાં સપડાયેલા કચ્છમાં દિનપ્રતિદિન પોઝિટીવ કેસોમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે કોરોનાના 162 કેસો નોંધાયા બાદ આજે નવા 173 દર્દીઓ સંક્રમિત બન્યા હતા. તો આજે કચ્છમાં કોરોના પોઝિટીવ 175 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ અપાયુ હતુ.