કચ્છમાં કોરોનાની પકડ બની ધીમી : આજે 44 દર્દી સંક્રમિત

ભુજ : કચ્છમાં કોરોનાના કેસોમાં ઉતારચડાવ સાથે હવે પોઝિટીવ કેસ 50ની આસપાસ આવી રહ્યા છે. જે કચ્છ માટે રાહતના સમાચાર કહી શકાય. ગઈકાલે કચ્છમાં 53 કેસ નોંધાયા હતા ત્યારે આજે કેસો ઘટીને 50 ની અંદર આવી ગયા છે.તો રાજ્યમાં પણ કોરોનાના પોઝિટીવ કેસના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં આજે કોરોનાના કેસો ઘટીને 2 હજાર 230 નોંધાયા હતા. તેમજ 7 હજાર 109 દર્દીઓ સાજા થયા છે. કચ્છમાં આજે 44 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત બન્યા છે. તો 231 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ હોવાનું રાજ્ય સરકારની યાદી જણાવાયુ હતુ. રાજ્ય સહિત કચ્છમાં કોરોનાના કેસોના ઉતારચડાવ વચ્ચે બીજી લહેર તેના અંતિમ તબક્કામાં હોવાનો તાલ જોવા મળી રહ્યો છે.