કચ્છમાં કોરોનાના 187 કેસ : રાજ્યમાં 12,545 બન્યા સંક્રમિત

ભુજ : બેકાબૂ બનેલી કોરોના મહામારી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી કચ્છમાં પોઝિટીવ કેસોમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. જો કે બીજી લહેરના ફેલાયેલા સંક્રમણ પણ આંશિક અંકુશ જરૂર જોવા મળ્યો છે. તેવા ગઈકાલે 173 પોઝિટીવ કેસ નોંધાયા બાદ કચ્છમાં આજે પુનઃ સંક્રમિતોની સંખ્યા વધીને 187 પર પહોચી છે. તો રાજ્યમાં પોઝિટીવ કેસનો આંક આંશિક ઘટ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 12 હજાર 545 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના કારણે ગુજરાતમાં કુલ 123 દર્દીઓનું મોત નીપજ્યુ હતુ. કોરોના મહામારીના સંકાજામાં સપડાયેલા કચ્છમાં દિનપ્રતિદિન પોઝિટીવ કેસોમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે કોરોનાના 173 કેસો નોંધાયા બાદ આજે વધીને આંક 187 પર પહોચ્યો હતો. તો રાજ્યની યાદી પ્રમાણે કચ્છમાં કોરોના સંક્રમિત 220 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ અપાયુ હતુ.