કચ્છમાં કોરોનાના નવા 161 પોઝિટીવ કેસ નોંધાયા : 64 દર્દીઓ થયા સ્વસ્થ

ભુજ : બેકાબૂ કોરોના મહામારી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ ઓછા થતા સ્થિતિ આંશિક થાળે પડી રહી હોય તેવુ લાગે છે. કેમ કે, 200ની પાર પહોચેલો પોઝિટીવ કેસનો આંક 160ની આસપાસ રહેતા થોડા હાસકારો છે. પરંતુ ઓક્સિજનની અછતનો પ્રશ્ન ક્યાંક ઉદ્દભવી રહ્યો છે. તેવામાં આજે કચ્છમાં નવા 161 પોઝિટીવ કેસ નોંધાયા છે. અને તો રાજ્યમાં પણ પોઝિટીવ કેસનો આંક આંશિક ઘટ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 13 હજાર 847 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે આ કોરોનાના કારણે ગુજરાતમાં કુલ 172 દર્દીઓનું મોત નીપજ્યુ હતુ. કોરોના મહામારીના સંકાજામાં સપડાયેલા કચ્છમાં દિનપ્રતિદિન પોઝિટીવ કેસોમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે કોરોનાના 157 કેસો નોંધાયા બાદ આજે નવા 161 દર્દીઓ સંક્રમિત બન્યા હતા. તો આજે કચ્છમાં કોરોના પોઝિટીવ 64 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ અપાયુ હતુ.