કચ્છમાં કોરોનાના કહેર ધીમો પડ્યો : આજે 53 પોઝિટીવ કેસ

ભુજ : કચ્છમાં કોરોનાના કેસોમાં ઉતારચડાવ સાથે હવે પોઝિટીવ કેસ 50ની આસપાસ આવી રહ્યા છે. જે કચ્છ માટે મોટી રાહતના સમાચાર કહી શકાય. ગઈકાલે કચ્છમાં 57 દર્દી સંક્રમિત બન્યા બાદ આજે ફરી પોઝિટીવ કેસોના ઘટાડા સાથે 53 કેસ નોંધાયા હતા. તો રાજ્યમાં પણ કોરોનાના પોઝિટીવ કેસના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો છે. ગઈકાલની તુલનાએ ગુજરાતમાં આજે કોરોનાના કેસો ઘટીને 2 હજાર 521 નોંધાયા હતા. તેમજ 7 હજાર 965 દર્દીઓ સાજા થયા છે. કચ્છમાં આજે 53 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત બન્યા છે. તો 176 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ હોવાનું રાજ્ય સરકારની યાદી જણાવાયુ હતુ. રાજ્ય સહિત કચ્છમાં કોરોનાના કેસોના ઉતારચડાવ વચ્ચે બીજી લહેર તેના અંતિમ તબક્કામાં હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે.