કચ્છમાં કોરોનાથી 4 મોત સાથે 175 પોઝિટીવ કેસ

ભુજ : રાજ્યમાં બેકાબૂ બનેલી કોરોના મહામારી પર આંશિક અંકુશ આવ્યો છે. પરંતુ કચ્છમાં પોઝિટીવ કેસો નાટકિય ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ગઈકાલે કચ્છમાં 181 કેસો નોંધાયા બાદ આજે ફરી પાછો પોઝિટીવ આંક ઘટીને 175 થયો હતો. જો કે રાજ્યમાં પોઝિટીવ કેસનો આંક ગઈકાલની તુલનાએ થોડો ઉચકાયો હતો. આજે ગુજરાતમાં કોરોનાના 11,017 કેસ નોંધાયા હતા. તો આ મહામારીમાંથી 15 હજાર 264 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જ્યારે કોરોનાના કારણે ગુજરાતમાં કુલ 102 દર્દીઓનું મોત નીપજ્યુ હતુ. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંક 1 લાખ 27 હજારને પાર થયો છે. કોરોના મહામારીના સંકજામાં સપડાયેલા કચ્છમાં દિનપ્રતિદિન પોઝિટીવ કેસો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. જેમા બુધવારે  પોઝિટીવ કેસો ઘટીને 175 નોંધાયા હતા. તો રાજ્યની યાદી મુજબ ચાર મોત થયાનું જાણવા મળ્યુ છે. કચ્છમાં શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ વધુ ફેલાયુ છે. ત્યારે લોકોને વધુ સતર્કતા દાખવવી અનિવાર્ય છે.