કચ્છમાં કોરોનાથી વધુ 187 દર્દીઓ સંક્રમિત : 73 દર્દીઓએ મહામારીને આપી મ્હાત

ભુજ : બેકાબૂ કોરોના મહામારી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી કચ્છમાં પોઝિટીવ કેસોમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. પ્રતિદિન 200ની પાર પહોચેલા પોઝિટીવ કેસના આંક કેસના આંકમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે. રવિવારે 169 પોઝિટીવ કેસ નોંધાયા બાદ કચ્છમાં આજે પુનઃ સંક્રમિતોની સંખ્યા વધીને 187 પર પહોચી છે. તો રાજ્યમાં પોઝિટીવ કેસનો આંક આંશિક ઘટ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 12 હજાર 820 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે આ કોરોનાના કારણે ગુજરાતમાં કુલ 140 દર્દીઓનું મોત નીપજ્યુ હતુ. કોરોના મહામારીના સંકાજામાં સપડાયેલા કચ્છમાં દિનપ્રતિદિન પોઝિટીવ કેસોમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે કોરોનાના 169 કેસો નોંધાયા બાદ આજે નવા 187 દર્દીઓ સંક્રમિત બન્યા હતા. તો આજે કચ્છમાં કોરોના પોઝિટીવ 73 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ અપાયુ હતુ.