કચ્છમાં કોરોનાથી એક મોત સાથે આજે નોંધાયા 106 પોઝિટીવ કેસ

ભુજ : કચ્છમાં કોરોનાના કેસોમાં ઉતારચડાવ સાથે હવે 100ની આસપાસ પોઝિટીવ કેસો સ્થિર થયા છે. ગઈકાલે કચ્છમાં 103 દર્દી સંક્રમિત બન્યા બાદ આજે 3 કેસોના વધારા સાથે 106 કેસ નોંધાયા હતા. તો રાજ્યની યાદી મુજબ આ મહામારીથી 1 દર્દીઓનું મોત નીપજ્યુ હતુ. રાજ્યમાં કોરોનાના પોઝિટીવ કેસના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં આજે કોરોનાના કેસો ઘટીને 4,205 નોંધાયા હતા. તેમજ 8 હજાર 445 દર્દીઓ સાજા થયા છે. કચ્છમાં આજે 106 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત બન્યા છે. જ્યારે વધુ 1 દર્દીનું મોત નિપજ્યું છે. તેમજ 230 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ હોવાનું રાજ્ય સરકારની યાદી જણાવાયુ હતુ. રાજ્ય સહિત કચ્છમાં કોરોનાના કેસોના ઉતારચડાવ વચ્ચે બીજી લહેર તેના અંતિમ તબક્કામાં હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે.