કચ્છમાં ઉપાશ્રયમાં બિરાજમાન જૈન સાધુ-સાધ્વી ભગવંતોને રસીકરણ માટેની વ્યવસ્થા ગોઠવાય

ભુજ : જિલ્લામાં ઉપાશ્રયમાં બિરાજમાન જૈન સાધુ-સાધ્વી ભગવંતોને કોરોનાની રસી માટે રસીકરણની વ્યવસ્થા કરવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. પૂર્વ મંત્રી તારાચંદ છેડાએ આ માટે કલેક્ટર અને ડીડીઓને પત્ર લખી રજૂઆત કરી છે. જિલ્લામાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વિહાર કરતા સાધુ-સાધ્વીઓના દર્શન માટે અનેક સ્થળોએથી શ્રાવકો આવતા હોય છે. સાધુ રસીકરણ માટે બહાર પણ જઈ શકતા નથી. સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા ઉપાશ્રયમાં અને સ્થાનકમાં જઈ સાધુ-સાધ્વી ભગવંતોને રસીકરણ કરવામાં આવે છે ત્યારે કચ્છમાં આવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તે માટે ભુજ જૈન સાત સંઘના પ્રમુખ મુકેશ ઝવેરી, આઠ કોટી નાની પક્ષ જૈન સંઘના પ્રુમખ દામજીભાઈ એન્કરવાલા, પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા વગેરે આગેવાનોએ સરકારને અનુરોધ કર્યો છે.